Book Title: Navtattva Prakarana with Meaning Author(s): Chandulal Nanchand Shah Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 4
________________ જે કાંઈ પ્રત્યક્ષ દેખાય છે, તેજ જગત્ છે, સ્વર્ગ, નરક વગેરે કાંઈ જ નથી. ધર્મ-અધર્મ કે ધાર્મિક ક્રિયાઓ જેવું કાંઈ નથી” આ દર્શનના સ્થાપનાર બૃહસ્પતિ કહેવાય છે. તેનું નામ ચાર્વાક દર્શન-નાસ્તિક દર્શન કહેવાય છે. ૧. વેદાન્ત દર્શન. ત્યારે વેદાન્ત દર્શન એમ કહે છે કે “એ પાંચ ભૂત વગેરે જે કાંઈ જગતમાં જોવામાં આવે છે, તે બધું એમ ને એમ મેળ વગરનું નથી. તે બધામાં બ્રહ્મ નામનું એક મહત્ત્વનું તત્ત્વ છે, કે જેની સાથે આખું જગત્ સંકળાયેલું છે, એટલું જ નહી, પણ ખરી રીતે બ્રહ્મ પિતે જ આપણને આ જગત્ સ્વરૂપે ભાસે છે, વાસ્તવિક રીતે બ્રહ્મ સિવાય કાંઈજ નથી. જે કાંઈ ભાસે છે, તે સ્વપ્નાની રષ્ટિની જેમ કેવળ જુઠો ભાસ માત્ર છે. એ ભાસ ઉડી જાય, અને આત્મા અને જગતું બધુંય કેવળ બ્રહ્મ રૂપે ભાસે એટલે બસ. એજ મોક્ષ. હ્મ નિત્ય જ છે' આ દર્શનનાં બીજાં નામ-ઉત્તર મીમાંસા અને તિવાદ કહેવાય છે. આ દર્શનનું વલણ જગત્ની તમામ પદાર્થોના કકરણ તરફ છે. ૨. વૈશેષિક દર્શન. આ દર્શન કહે છે કે-“બધું બ્રહ્મમય જ છે, અને આ જે કાંઈ દેખાય છે. તે કાંઈ જ નથી, એ તે વળી ગળે ઉતરતું હશે? આ બધું જે કાંઈ દેખાય છે, તે ૬-૭ તત્ત્વમાં વહેંચાયેલ છે. દ્રવ્ય. ગુણ, કિયા, સામાન્ય, વિશેષ,સમવાય, એ છ અથવા અભાવ સાથે સાત ત માં વહેંચાયેલ છે આમ નજરે દેખાતી વસ્તુઓ– તેના ભેદ-પ્રભેદ, તથા ચિત્ર-વિચિત્રતા અને અનેક જાતના પ્રત્યક્ષ અનુભવે એ સઘળું કાંઈજ નથી, એમ કેમ કહેવાય ? માણસ ખાય છે, પીએ છે. વળી ભૂખ લાગે છે. એ બધું શું કાંઇજ નહી ? ના. એમ નહીં પણ બધુંય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 224