Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ * नानाचित्तप्रकरणम् विचक्षणा यत्र स बहुकविकः, अत्र च विचक्षणत्वं प्रतारणादिप्रयोजकं दुर्विदग्धतात्मकं वा द्रष्टव्यम्, तुः - अवधारणार्थः, स लोको बहुकविको भवत्येव, न कदाचिन्न भवतीत्यस्यार्थस्य ज्ञापकः, तमेव विशेषयति- सुतरां बद्धः सन्नाहः - युद्धकवचं येन सः - सुबद्धसन्नाहः, नित्यं वाग्युद्धबद्धकक्ष ત્યાયઃ | तमेव विशेषयति- अविमार्गितः - अनन्वेषितः, सद्भावः परमार्थः, येन सः - अविमार्गितसद्भावः, गतानुगतिक इत्यर्थः, છે. આ જ લોકનું બીજું વિશેષણ કહે છે કે – જ્યાં ઘણા વિચક્ષણો છે, તેવો લોક છે. અહીં વિચક્ષણત્વ બીજાને છેતરવામાં પ્રયોજક અથવા તો દુર્વિદગ્ધતા - વધારે પડતું ડહાપણ સમજવું. ગાથામાં ‘’ શબ્દ અવધારણાર્થ છે. લોક ઘણા વિચક્ષણોવાળો હોય જ છે. કદી નથી હોતો એવું નથી - એવો અર્થ ‘તુ’ શબ્દ જણાવે છે. આ જ લોકનું ત્રીજુ વિશેષણ કહે છે – જેણે યુદ્ધકવચને અત્યંત બાંધ્યું છે તેવો = સુબદ્ધસલ્લાહ. આશય એ છે કે લોક હંમેશા વાગ્યુદ્ધમાં સજ્જ જ હોય છે. વાદવિવાદનો અત્યંત રસિક હોય છે. તે જ લોકનું ચોથું વિશેષણ કહે છે - જેણે પરમાર્થને શોધ્યો નથી તેવો લોક છે. અર્થાત્ ગતાનુગતિક છે. અહીં એક દષ્ટાંત છે. એક વાર એક વિદ્વાન્ બ્રાહાણ તીર્થયાત્રા કરવા ગયો. ત્યાં નદીમાં સ્નાન કરવા જતાં પૂર્વે પોતાની પાસે એક તાંબાનું વાસણ હતું તેની તેને ચિંતા થઈ. વિચાર કર્યા પછી તેણે તે વાસણને નદીકિનારાની રેતીમાં દાટી દીધું. ફરી તેને ચિંતા થઈ કે ક્યાં દાઢ્યું છે, તે ભૂલી જઈશ તો ? ફરી વિચાર કરીને તેણે તે સ્થળે બે રેતીના પિંડ-નાના ટેકરા કરી દીધા. અને નિશ્ચિંત થઈને સ્નાન કરવા ગયો. પાછો - अहिंसोपनिषद् + यथोक्तम्- गतानुगतिको लोको न लोकः पारमार्थिकः। पिण्डद्वयप्रदानेन गतं मे ताम्रभाजनम् - इति। अत एवालीकः - असद्बहुलः, तर्हि गन्धर्वनगरादिवदकिश्चित्करोऽसौ भविष्यतीत्याशक्याह- बलिकश्च-नानाविधसामर्थ्यसम्पन्नश्च, अत एव गणाभियोगादौ सम्यक्त्वयतनाऽभिहितेति भावनीयम्। क एवम्भूत इत्याह આવ્યો ત્યારે તેણે વિશાળ સંખ્યામાં રેતીના બે-બે ટેકરાઓ જોયાં. તે ખૂબ મુંઝાઈ ગયો. આમ તેની દાટેલી જગ્યા શોધવી અશક્ય થઈ, પણ આટલા ટેકરા આવ્યા ક્યાંથી ? બિચારો વિચાર કરતો ઉભો હતો. ત્યાં તેની નજર પડી કે કોઈ યાત્રાળુ તેવા બે ટેકરા બનાવતો હતો. પેલો ઝડપથી તેની પાસે પહોંચ્યો અને કારણ પૂછ્યું. તેણે કહ્યું કે મેં પેલા માણસને આવું કરતા જોયો એટલે હું પણ કરું છું. પેલાને પૂછયું તો તે કહે મેં ઓલાને આમ કરતાં જોયો. એમ ફરતા ફરતા એક વ્યક્તિએ જવાબ આપ્યો કે મેં તો તમને જ આવું કરતા જોયા હતાં. મને થયું કે તમારા જેવા વિદ્વાન્ જો આવું કરતાં હોય, તો જરૂર આ તીર્થસ્નાનની કોઈ અતિ મહત્ત્વની આવશ્યક વિધિ હશે, એટલે મેં પણ એવું કર્યું. બરાબર ને ? બિચારો વિદ્વાન ! લમણે હાથ દઈને બેસી ગયો અને એક બ્લોક બોલ્યો - લોક ગતાનગતિક છે. લોક પારમાર્થિક નથી. લોકો વડે બે પિંડ પ્રદાન કરવાથી મારું તામ્રભાજન જતું રહ્યું. માટે જ લોક અલીક = મિથ્યા છે. ઉપજાવેલી વાતોની બહુલતાવાળો છે. કોઈને એવી શંકા થાય કે જે મિથ્યા હોય, તે ગંધર્વનગર - વાદળાઓમાં નગર જેવી રચના, વગેરેની જેમ અકિંચિત્કર હોય છે, તો લોક પણ એવો જ હશે. તો એ શંકાનું સમાધાન કરવા કહે છે - લોક બળવાન પણ છે. અનેક પ્રકારના સામર્થ્યથી યુક્ત છે. માટે જ શાસ્ત્રમાં પણ લોકબળનો સ્વીકાર કરીને ગણાભિયોગ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69