Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ * नानाचित्तप्रकरणम् વાઇEાતા: - અપવા, શૌરક્ષI: - શૂરપાતિનઃ, कैवर्ताः - धीवराः, मत्स्यबन्धकाः - धीवरविशेषाः, कैवर्तानामेव विशेषणं वेदम्, तदेते पापाः - लक्षकोटिपञ्चेन्द्रियजीववधमहापापावलिप्ताः, चेत् तीर्थशतेष्वपि स्नाता भवन्ति, तथापि त उदकेन न शुद्ध्यन्ति, आलोचनादिशक्यप्रक्षालने पातके पयोऽपनेयत्वासम्भवात्, अतिप्रसङ्गादविगानाच्च, अत एवोक्तम् - नक्तं दिनं निमज्जन्तः कैवर्ताः किमु पावनाः ?। शतशोऽपि तथा स्नाता, ન શુદ્ધા માવહૂષિતા:- તિ ( ન્દ્રપુરા) | પાપીઓ સેંકડો તીર્થોમાં સ્નાન કરે, છતાં પણ તેઓ જળથી શુદ્ધ થતા નથી. II૭ના ચાંડાળો રાજનિયોગ વગેરેને કારણે આખું જીવન પંચેન્દ્રિયવધ આદિ મહાપાપોમાં વીતાવે છે. ડુક્કરો વગેરેને મારનારા કસાઈઓ પશુઓને નિર્દયતાથી રહેંસી નાંખે છે. માછીમારો, માછલી બાંધનારાઓ આ બધા મહાપાપી છે. કારણ કે તેઓ લાખો કરોડો પંચેન્દ્રિય જીવોના વઘથી થયેલ મહાપાપોથી લેવાયેલા છે. તેઓ જો સેંકડો તીર્થોમાં સ્નાન કરે, તો પણ જળથી શુદ્ધ થતાં નથી. કારણ કે પાપોનું પ્રક્ષાલન માત્ર આલોચના આદિ વિધિથી જ શક્ય છે. તેથી પાણીથી તે પાપો ધોવાઈ જાય એ સંભવિત નથી, જે તેનાથી જ પાપોનું પ્રક્ષાલન થાય તો અતિપ્રસંગ થાય, વળી આ રીતે પાપો ધોવાઈ જાય એ તો તમને કે અમને કોઈને પણ માન્ય નથી. અતિપ્રસંગ અને અવિપતિપત્તિ સ્કંદપુરાણના આ શ્લોકથી જ સિદ્ધ થઈ જાય છે – રાત-દિવસ ડૂબકી લગાવતા માછીમારો શું પવિત્ર છે ? અર્થાત્ નથી જ. તે જ રીતે જેઓ ભાવથી દૂષિત છે, તેઓ સેંકડો વાર સ્નાન કરે તો પણ શુદ્ધ થતાં નથી. પૂર્વપક્ષ :- અરે, પણ પ્રત્યક્ષ જ દેખાય છે કે પાણીથી મલિનતા જતી રહે છે, તો પછી તેનાથી પવિત્રતા કેમ નહીં થાય ? - અર્ટિસોના રૂ ननु च प्रत्यक्षमेव पयसा मालिन्यापहारो वीक्ष्यत इति कथं न तेन शुचितासम्भव इति चेत् ? न, पापप्रयुक्तभावमालिन्यस्याधिकृतत्वात्, तत्र पयसोऽप्रत्यलतायाः प्रमाणितत्वात्, वस्त्रादिविहितमलिनतायास्तत्त्वचिन्तायां मालिन्यानवताराच्च, एतવોચતે - पडमइल पंकमइला धूलीमइला न ते नरा मइला। जे पावकम्ममइला ते मइला जीवलोगम्मि॥४८॥ ये पटमलिनाः - वस्त्रावच्छेदेनाशुचयः, पङ्केन मलिनाः - पङ्कमलिनाः, धूल्याऽवगुण्डिततया मलिनाः - धूलिमलिनाः, ते नरा वस्तुतो न मलिनाः सन्ति। के तर्हि मलिना इत्यत्राहये पापकर्मात्मकेन भावमलेन मलिनाः - पापकर्ममलिनाः, त ઉત્તરપક્ષ :- ના, કારણ કે અહીં પાપોથી થયેલી ભાવમલિનતાનો અધિકાર છે અને એ મલિનતાને દૂર કરવામાં તો પાણી અસમર્થ જ છે એવું પૂર્વે સિદ્ધ કર્યું જ છે. વળી તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો વરુ વગેરેની મલિનતા એ માલિત્ય જ નથી. એ જ કહે છે – મેલા કપડાવાળા, કાદવથી મલિન, ધૂળથી મલિન હોય તે મનુષ્યો મલિન નથી, પણ જે પાપકર્મથી મલિન છે, તે જીવલોકમાં મલિન છે. Il૪૮II જેમના કપડાં મેલા છે, જેઓ કાદવથી લેપાયેલા છે, જેઓ ધૂળથી ખરડાયેલા છે, તેઓ ખરેખર મલિન નથી. પ્રશ્ન :- તો કોણ મલિન છે ? ઉત્તર :- જે પાપકર્મરૂપ ભાવમલથી મલિન છે, તે જ વિશ્વમાં ખરી રીતે મલિન છે. જે મલન = દુઃખમય સંસારમાં આત્માનું ધારણ કરે, તે મલ. આવી મલની નિરુક્તિ છે. તે પાપકર્મમાં જ ઘટે છે. માટે પાપકર્મ જ પારમાર્થિક મલ છે. ૬. .T.૫.- મલમ | ૨. $.T.૫.૨ - પાવપંદમફતા | 4

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69