________________
૭૮
* नानाचित्तप्रकरणम् -
सोहेइ आहियग्गी समणो वा तावसो य सो चेव। विसया जस्स वसम्मी विसयाणं जो वसे नत्थि॥४५॥
स एव वक्ष्यमाणलक्षणः, आहितः - स्वगृहे स्थापितः, अग्निः - पवित्रोऽनलः, येन सः - आहिताग्निः, श्रमणो वा तापसश्च स एव, क इत्याह- यस्य वशे विषयाः - शब्दादयः, यो जितेन्द्रियतया शब्दादिविषयानुधावनप्रवृत्तश्रोत्रादीन्द्रियनिग्रहकारित्वेन विषयविजयी भवतीत्यर्थः, एतदेव प्रकारान्तरेणाभिधत्ते - यो विषयाणां वशे नास्तीति। जितेन्द्रियत्वमेव श्रामण्यसम्पत्तिबीजं न तु मुण्डनादीति हृदयम्।
આહિતાગ્નિ, શ્રમણ કે તાપસ પણ તે જ છે કે જેના વશમાં વિષયો છે, જે વિષયોને વશ નથી. II૪પી.
જેમણે પોતાના ઘરે પવિત્ર અગ્નિને સ્થાપિત કર્યો છે, તેને આહિતાગ્નિ કહેવાય, ખરો આહિતાગ્નિ તે જ છે, જેનું સ્વરૂપ હવે કહેવાશે. શ્રમણ કે તાપસ પણ તે જ છે, કોણ એ કહે છે - કે જેના વશમાં શબ્દાદિ વિષયો છે, જે જિતેન્દ્રિય છે. તેથી શબ્દાદિ વિષયો તરફ દોડતી એવી પોતાની શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોનો જે નિગ્રહ કરે છે. અને તેથી જ જે વિષયવિજયી છે.
આ જ વસ્તુ બીજા પ્રકારે કહે છે – કે જે વિષયોને વશ નથીશબ્દાદિ વિષયોને આધીન નથી. સત્ત્વની પરાકાષ્ઠાએ પહોંચીને મનગમતાં વિષયોને જે લાત મારી શકે છે અને પ્રતિકૂળ વિષયોની હાજરીમાં સમતાભાવને અકબંધ રાખી શકે છે.
સાર એટલો જ છે કે જિતેન્દ્રિયત્વ એ જ શ્રમણ્યસંપત્તિનું બીજ છે. મુjન વગેરે નહીં. . - સાદી | - સો દોડ્ડા ૨. * - સમUTTI રૂ. - સો. ૪. * - તીવસી/
- अहिंसोपनिषद् + ___अथ मा भून्मुण्डनादिभिरभिलषितनिष्पत्तिः, जलस्नानेन तु स्यादेव सा, तद्योगात् पावित्र्यप्राप्तेः, संसर्गतो गुणदोषानुषङ्गात् । जलस्य पावित्र्यं त्वार्षप्रसिद्धमेव, यदुक्तम् - आपः स्वभावतो मेध्याः, किं पुनर्वह्नितापिताः ?। ऋषयस्तत्प्रशंसन्ति, शुद्धिमुष्णेन वारिणा॥ उष्णोदकेन शुद्धिः स्यान्मूर्तिद्वयस्य मीलनात्। शीताम्बुनाऽपि शुद्धिः स्यान्मूर्तिर्माहेश्वरी यतः - इति। तदपि चेद् गाङ्गादि जलम्, तदा तु किं वक्तव्यम् ? तस्मात् स्नान एव यतितव्यमिति चेत् ? अत्राह -
પૂર્વપક્ષ :- ઠીક છે, મુંડન વગેરેથી ઈષ્ટસિદ્ધિ ભલે ન થાય. જલસ્તાનથી તો તે થશે જ. કારણ કે જલસ્તાનથી પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. જલ પોતે પવિત્ર છે- શુદ્ધ છે. તેથી તેના સંસર્ગથી પવિત્ર થવાય એ સ્પષ્ટ જ છે. એવો ન્યાય પણ છે કે સંસર્ગથી ગુણ અને દોષ થાય છે. ગુણીના સંસર્ગથી ગુણ થાય અને દોષિતના સંસર્ગથી દોષ થાય. વળી જલની પવિત્રતા તો ઋષિઓના વચનથી પ્રસિદ્ધ જ છે, કહ્યું છે ને ? જલ સ્વભાવથી પવિત્ર છે. તો અગ્નિથી તપાવેલા જળની તો શું વાત કરવી ? ઉષ્ણ જળથી જે શુદ્ધિ થાય છે, તેની ઋષિઓ પ્રશંસા કરે છે. ઉષ્ણ જળથી શુદ્ધિ થાય છે, કારણ કે તેમાં મૂર્તિદ્વયનું મિલન થયું છે અને શીત જળથી પણ શુદ્ધિ થાય, કારણ કે એ માહેશ્વરી મૂર્તિ છે. અને એ પણ જો ગંગા નદી વગેરેનું જળ હોય, તેની તો વાત જ શું કરવી ? માટે સ્નાનમાં જ પ્રયત્ન કરવો જોઈએ.
ઉત્તરપક્ષ :- અહીં પરમર્ષિ જ ઉત્તર આપે છે -
39