________________
૨૦
* नानाचित्तप्रकरणम् ૨૬) રૂચૈત્ર વિસ્તાઃ |
ननु विध्यादिविस्तरविलोकनालसः सङ्क्षिप्तरुचिस्सत्त्वः कथं धर्मपरीक्षा विदध्यादिति किञ्चिल्लक्षणमेवास्याव्यभिचार्युच्यतामित्यત્રીહં
न यं तस्स लक्खणं पंडुरं च नीलं च लोहियं वावि। एक्को सि नवरि भेओ जमहिंसा सव्वजीवेसु॥५॥
न च तस्य सद्धर्मस्य, लक्षणं पाण्डुरम् - नीहारहारवच्छुभ्रम्, नीलम् - तमालदलवच्छ्यामम्, चौ - समुच्चये, लोहितं वापि - यद्वा प्रवालजालवद्रक्तम्, वर्तत इति शेषः, किं तर्हि ધર્મપરીક્ષા કેમ કરશે ? તેથી તમે ધર્મનું કોઈ અવ્યભિચારી લક્ષણ જ કહી દો ને ? કે જે લક્ષણ જાણીને કોઈ પણ જીવ ધર્મપરીક્ષા કરી શકે.
ઉત્તરપક્ષ :- હા, પરમર્ષિ આ જ વિષયમાં પ્રકાશ પાથરી રહ્યાં છે –
સફેદ, શ્યામ કે રાતું એ તેનું લક્ષણ નથી. સર્વ જીવોમાં અહિંસા એ જ ધર્મના લક્ષણોનો મુખ્ય ભેદ છે. (૫)
‘સધ્ધર્મ હિમની હારમાળા જેવો સફેદ છે' એવું તેનું લક્ષણ નથી. તમાલ વનસ્પતિના પાંદડાની જેમ તે શ્યામ છે, એવું પણ નથી. અથવા તો તે પરવાળાના સમૂહ જેવો લાલ છે, એવું પણ નથી.
પૂર્વપક્ષ :- હા ભાઈ હા, હવે ધર્મનું શું લક્ષણ છે તે જ કહી દો ને ?
- अहिंसोपनिषद् र तल्लक्षणमित्याह- एकोऽस्य नवरं भेदः-लक्षणप्रकारः, यदहिंसा सर्वजीवेषु, एतेन द्रव्यानवच्छेदोऽभिहितः, उपलक्षणमेतत् सर्वथाऽनवच्छिन्नाहिंसायाः। ननु चावच्छिन्नाऽप्यहिंसा धर्मलक्षणमस्तु,
अहिंसाङ्गीकारस्यैव बहुपर्याप्तत्वात्, सा च सर्वैरप्यङ्गीकृता, तदाहपञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम्। अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् - इति। किञ्च सर्वेऽपि स्वोरीकृताहिंसामाहात्म्य प्रतिपादयन्त्येव, अहिंसा परमो धर्मः- इत्याधुक्तिभिः, तत् किमत्रैकत्र धर्मलक्षणनियमनेनेति चेत् ? अत्राह
ઉત્તરપક્ષ :- હા, એક જ ધર્મનો મુખ્ય ભેદ છે, કે સર્વ જીવોમાં અહિંસાનું પાલન કરવું. આ રીતે અહીં દ્રવ્યાનવચ્છેદ કહ્યો છે. અર્થાત્ અમુક જીવોની જ દયા પાળવી. જેમ કે ગોવધ ન કરવો. બીજા પ્રાણીની હિંસાની છૂટ, આવી વાત અહીં નથી. અર્થાત્ અમુક જીવોની અહિંસાની વાત નથી, પણ સર્વ જીવોની પરિપૂર્ણ અહિંસા કહી છે. આ ઉપલક્ષણ છે. તેનાથી ક્ષેત્ર, કાળ, ભાવ એમ સર્વ પ્રકારે પરિપૂર્ણ અહિંસા સમજવાની છે. અર્થાત્ તીર્થસ્થળમાં અહિંસા, બીજે છૂટ ઈત્યાદિ ક્ષેત્રનિયમન ન હોય. દિવસે અહિંસા, રખે છૂટ એમ આંશિક કાળનું ગ્રહણ ન હોય, દ્વેષથી હિંસા નહીં કરું, રાગથી છૂટ એમ ભાવાવચ્છેદ ન હોય. આવી સર્વથા અનવચ્છિન્ન અહિંસા જે ધર્મમાં કહી હોય તે જ સાચો ધર્મ છે.
પૂર્વપક્ષ :- આટલું બધું ચોળીને ચીકણું કેમ કરો છો ? જ્યાં આંશિક પણ અહિંસા હોય તે ધર્મ- આટલું જ ધર્મનું લક્ષણ રાખો. અહિંસા માને છે એ જ ઘણું પૂરતું છે. વળી એવી અહિંસા પ્રાયઃ બધાએ સ્વીકારી છે. તે આ મુજબ કહ્યું છે - ‘સર્વ ધર્મચારીઓને આ પાંચ પવિત્ર વ્રતો છે - અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને મૈથુનવર્જન.' વળી તે બધા ‘અહિંસા પરમ ધર્મ છે? - ઈત્યાદિ
10.
...- વા ૪. * - રુકુત્ત
9. શૈ,g - વિ ૨. a.T.વ.- પંદર રૂ. નવર છે. તું - હૈ||