________________
મદ્રાસમાં થયું, ત્યાં વધમાન તપને પાયે નાખ્યો અને છઠ્ઠી તથા સાતમી એળી થઈ. સવત ૨૦૧૦ ના બેંગલેર કેમ્પના ચાતુર્માસમાં અઠ્ઠાઈ તપની આરાધના અને આઠમી તથા નવમી એળી થઈ તે બાદ સંવત ૨૦૧૧નું ચાતુમાંસ નીપાણીમાં થયું, ત્યાં મા ખમણ અને દસમી તથા અગીયારમી ઓળી થઈ. અચાનક તેમને સમાચાર મળ્યા કે તેમના સંસારપક્ષી દાદીમા વધુ બીમાર છે, તેથી પૂજ્ય આચાર્યશ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.ની આજ્ઞા લઈ મુંબઈતરફ વિહાર કર્યો. વચ્ચે કેહાપુરમાં મુનિ શ્રી લલિતવિજયને સાથ થશે. તેઓ
જ્યારે ખભાત પહોંચ્યા, ત્યારે ત્યાં પરમ પૂજ્ય વવૃદ્ધ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય ઉપા. શ્રી જયતવિજયજી મ પ.શ્રી વિક્રમવિજ્યજી ગણિ આદિ બિરાજમાન હતા. તેમની નિશ્રામાં સં. ૨૦૧રના ચોમાસા દરમિયાન પં. શ્રી વિક્રમવિજયજીની પ્રેરણાથી આચારાંગસૂત્રના પેગ કર્યા. તેમાં બત્રીસ ઉપવાસની તપશ્ચર્યા કરી, તે પછી કલ્પસૂત્રના યોગ અને બારમી ઓળી આરાધી. સવિત ૨૦૧૩ના છાણુના ચેમાસામાં વર્ધમાન તપની, પાચ વર્ષમાં ૫દર ઓળી કરવાનો નિરધાર કર્યો. ઉપરાંત મહાનિશીથસૂત્રના રોગ, નદિઅનુગદ્વાર સૂત્રના યોગ તથા તેરમી ઓળી કરી. બાદ વિહાર કરતા રસ્તામા ચૌદમી એળી કરી, બાદ ૫ દરમી ઓળી અમદાવાદના જ્ઞાનમ દિરમાં કરી. ત્યાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજીને મેળાપ થયો. મુનિ મહારાજ શ્રી કીતિવિજ્યજી મહારાજ સાહેબના યોગને માટે જ્ઞાનમંદિરમાથી આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી આચાર્યદેવ શ્રી વિજ્યલક્ષ્મણસરીશ્વરજી મહારાજ પાસે જવાનું થયું. અમદાવાદનું ચેમાસુ પૂરૂ થયું. સેળ, સત્તર અને અઢારમી ઓળી પણ પૂરી થઈ બાદ મુબઈ તરફ વિહાર થશે. રસ્તામાં સુરત મુકામે મુનિ શ્રી પૂર્ણભદ્રવિજયજી દીક્ષા લીધા પછી સુરત પહેલવહેલા પધારતા હોવાથી તેમના સસારી મામા ભગુભાઈ ઘેલાભાઈ તથા માસી રૂખીબહેન તરફથી સામૈયું થયું.