________________
પડી હતી. તે વારંવાર આચાર્યદેવના સંસર્ગમાં આવવા લાગ્યા, અને તેમને અચાનક અંત પ્રેરણ થઈ સંસાર તરફને મેહ ઘટવા લાગે, અનત સુખની પ્રાપ્તિની ઝંખના થવા લાગી, અને દીક્ષા. ગ્રહણ કરવા તરફ મન ઢઢ્યું. પરંતુ સગે અને સગાં-વહાલાંના તેમના પ્રત્યેના પ્રેમે તેમની ઈચ્છાને ઢીલમાં મૂકાવી, અને અંતરથી તે વિચારેની દઢતા વધતી ચાલી.
સંવત ૨૦૦૭માં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયલક્ષ્મણુસૂરિજી મ. સા. પૂના પાસે ખડકી મુકામે હતા. તે પ્રસંગે શ્રી જગદીશકુમારને ત્યાં જવાનો પ્રસંગ આવ્યો ને પૂજ્ય આચાર્યશ્રીના સમાગમમાં આવ્યા, અને ત્યાં તેમની સાથે વિહારમાં ગયા. સવત ૨૦૦૭ના વૈશાખ સુદિ નેરેજ શિવલાલ ઉગરચંદને ત્યાંથી કરાડમાં દીક્ષાને વરઘોડો નીકળ્યો અને દીક્ષા ગ્રહણ કરી. તેઓ મુનિ શ્રી કીતિવિજયજીના શિષ્ય તરીકે જાહેર થયા અને તેમનું નામ મુનિશ્રી પૂર્ણભદ્રવિજય રાખવામાં આવ્યું.
બાલ્યકાળથી જ મુનિશ્રી પૂર્ણભદ્રવિજ્યજીનું મગજ સારું હોવાથી ભણવામાં ચિત્ત પરાવ્યું. ભક્તિ, અભ્યાસ, તપ, ત્યાગ ખૂબ કેળવ્યાશરૂમાં ચાર પ્રકરણનો અભ્યાસ કરી આગળ વધ્યા. ત્રણ ભાષ્ય અર્થ સહિત, ચાર કર્મગ્રંથ અર્થથી, બે કર્મગ્રંથ મૂલથી, તત્વાર્થ કુલકા, વૈરાગ્યશતક, ઈદ્રિયપરાજયશતક, બૃહત સંગ્રહણું, ક્ષેત્રસમાસ, સિંદૂરપ્રકરણ, આદિ સૂને કંઠસ્થ અભ્યાસ કર્યો. બે સંસ્કૃત મુક, નામમાલાપ, રઘુવંશકાવ્ય, કિરાત આદિ સંસ્કૃત ગ્રંથ, સાર્થન્યાયમાં તર્કસંગ્રહ વિગેરેનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઉત્તરાધ્યયનસૂત્ર, આચારાંગસૂત્ર, કલ્પસૂત્ર આદિ આગને અભ્યાસ ઉપરાંત ધન્ય ચરિત્ર, પાંડવચરિત્ર, ત્રિશક્ટિશલાકાપુરુષચરિત્ર, તથા અન્ય નાનાંમોટાં ચરિત્રનું વાંચન કર્યું. સંવત ૨૦૧૮ના બેંગલેર સીટીના માસામાં ઉત્તરાધ્યયનસૂત્રના યોગ વહ્યા. સંવત ૨૦૦૯નું ચાતુર્માસ.