Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ આચાર્યશ્રીએ સાધનાનાં ગહન રહસ્યો સમજાવતાં એ વાત પણ સ્પષ્ટ કરી છે કે સાધનામાં ફક્ત આત્મા અને પરમાત્માની જ વાત હોય એ માન્યતા ભ્રામક છે. સમગ્ર સંસાર સંક્રમણનો સંસાર છે. સાધનામાં શરીર અને સમાજ પણ મહત્ત્વનાં છે. પ્રકંપનોના આ સંસારમાં કોઈ વ્યક્તિ નિતાંત એકલી નથી રહી શકતી. અનેકનો પ્રભાવ તેના ઉપર પડે છે અને તેનો પ્રભાવ અન્ય ઉપર પડે છે. મહાપ્રજ્ઞશ્રીનું ચિંતન સમુદ્રના તળ સુધી પહોંચે છે તો ઉપરની સપાટી ઊછળતાં મોજાંઓને પણ આવરી લે છે. આમ તેમનું ચિંતન સર્વગ્રાહી બની રહ્યું છે. સાધનાના સિદ્ધાંતો પાછળ રહેલી વૈજ્ઞાનિક ભૂમિકા પણ તેમણે સ્પષ્ટ કરી છે. આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે સાધનાના મર્મને એના પારંપારિક મૂલ્યો જાળવી રાખીને વર્તમાન સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરની સાધનાનાં રહસ્યોને સ્કુટ કરતા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞના પુસ્તક અને વ્યાખ્યાનોને આધારે મેં આ પુસ્તક સ્વતંત્ર રીતે લખ્યું છે પણ એ બાબત મેં ખાસ ચીવટ રાખી છે કે કયાંય મહાપ્રન્ને રજૂ કરેલા અર્થને ક્ષતિ ન પહોંચે. મહાપ્રજ્ઞશ્રીને પાર્શ્વભૂમિકામાં રાખીને જ મેં આ પુસ્તકમાં સાધનાનાં રહસ્યોનું વિવરણ કર્યું છે. આચાર્યશ્રીના ચિંતનને આધારે આમ સ્વતંત્ર રીતે પુસ્તક લખવાનો વિચાર મેં રજૂ કર્યો ત્યારે તે અનેકાંત ભારતી પ્રકાશનને સ્વીકાર્ય નહિ બને તેવી મને ભીતિ હતી પણ જ્યારે શ્રી શુભકરણ સુરાણાજીએ મારી વાત વધાવી લીધી ત્યારે મને સાનંદાશ્ચર્ય થયું અને મેં તત્કાળ પુસ્તક લખવાનું શરૂ કર્યું. મને શ્રદ્ધા છે કે વાચકને આ પુસ્તક ગમશે તેમજ સાધનાપથમાં ઘણું ઉપકારક નીવડશે. મૂળમાં જૈન તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતની વાત છે. વળી, વિષય ગહન છે એટલે જૈન પારિભાષિક શબ્દોથી દૂર રહેવું અશક્ય હતું છતાંય બને એટલી સરળતા રાખવા પ્રયાસ કર્યો છે અને પાછળ પારિભાષિક શબ્દોની સમજ આપતી સૂચિ પણ મૂકી છે, જૈનો તેમજ જૈનેતરો સૌને આ પુસ્તક દિશા આપનારું અને સાધનામાર્ગમાં જોડનારું નીવડશે તો મારો પ્રયાસ સાર્થક થશે. - ચંદ્રહાસ ત્રિવેદી માર્ચ ૩૧, ૧૯૯૪ સુહાસ' ૬૪, જૈનનગર અમદાવાદ-૩૮૦ ૦૦૭ X Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 198