Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi,
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
દૂર થતાં આ અનંત ચતુષ્ટયનો આવિર્ભાવ થાય. આ માટે જીવે સર્વ કર્મનો ક્ષય કરવો પડે જે અનાદિકાળથી તેની સાથે ઓતપ્રોત થઈને પડેલાં છે અને જેને કારણે જીવ કર્મના વિષચક્રમાં ફસાઈને ભવભ્રમણ કર્યા કરતો હોય છે.
મહાવીરની સાધના સમજવા માટે જૈન તત્ત્વજ્ઞાનમાં રહેલી પાયાની આ વાત જાણવી ખૂબ જરૂરી છે - જે અન્ય ધર્મોથી નિરાળી છે. મહાવીરે જીવના સંપૂર્ણ સુખ માટે સર્વાગી રીતે વિચાર કરવા જે પદ્ધતિ અપનાવી તે અનેકાંત તરીકે ઓળખાઈ. અનેકાંતમાં વિષયનો અનેક દષ્ટિકોણથી અને અનેક અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે. તેથી જૈનદર્શન કોઈ પણ વિચારધારાનો સદંતર નિષેધ નથી કરતું પણ કઈ અપેક્ષાએ એ વિચાર માન્ય રાખી શકાય અને કઈ અપેક્ષાએ તે અસ્વીકાર્ય બની રહે છે તેનું સ્પષ્ટ નિર્દેશન કરે છે. અનેકાંતને બરોબર ન સમજવાને કારણે ઉપર ઉપરથી એમ લાગે પણ ખરું કે જૈનદર્શન સંદેહાત્મક છે; અને વસ્તુનો સ્પષ્ટ નિર્ણય કરતું નથી. જ્યારે વાસ્તવિકતામાં તે અનેક અપેક્ષાએ વિચાર કરી વિષયનું વર્ણન કરે છે તેથી તેની દષ્ટિ સર્વગ્રાહી અને સચોટ રહે છે.
ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિ સમજવા માટેની પૂર્વ શરત છે કે મહાવીરનું તત્ત્વચિંતન થોડું પણ સમજાયેલું હોવું જોઈએ અને તો જ આપણે તેના મર્મને પકડી શકીએ. મહાવીરે દરેક વાત અમુક અપેક્ષાએ કરેલી છે તેથી જો તે અપેક્ષાને દૂર રાખીને મહાવીરની વાતનું અર્થઘટન કરવામાં આવે તો આપણે અર્થનો અનર્થ કરી બેસીએ કે તેના મર્મને ચૂકી જઈએ. મહાવીર સર્વજ્ઞ છે તો તેમના તત્ત્વજ્ઞાનને સમજવા માટે અને સમજાવવા માટે મહામનીષી જોઈએ. આ કાળમાં આપણા સદ્ભાગ્યે આચાર્ય મહાપ્રજ્ઞ વિદ્યમાન છે અને તેમણે આ વિકટ કાર્ય હાથ ધર્યું છે અને તેની ફલશ્રુતિ રૂપે અનેક પુસ્તકોની હારમાળા સર્જાઈ છે. મહાપ્રશે આ વિષય ઉપર ઘણું ચિંતન કરી ભગવાન મહાવીરની સાધનાના રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે.
ભગવાન મહાવીરની સાધનાનો મર્મ આમ તો સંવર અને નિર્જરામાં સચવાયેલો છે. સંવર એટલે બહારથી આવતાં કર્મ, વાસના, સંસ્કાર ઇત્યાદિને રોકવાં. નિર્જરા એટલે અંદર પડેલાં ગાઢ કર્મ, સંસ્કારો અને વાસનાઓને નિર્જરવાં-ખેરવવાં. સંવર અને નિર્જરા સાથી જે જીવ કર્મરહિત દશા પ્રાપ્ત કરે તે કૃતકૃત્ય થઈ જાય અને પરમાત્મ દશાને સિદ્ધ કરે. આ મર્મનો વિસ્તાર અને વિશ્લેષણ એટલે સાધનાનાં રહસ્યોનું ઉદ્ધાટન. આમ વાત જેટલી સહેલી દેખાય છે એટલી સરળ નથી. મહાપ્રણે સૂત્રોમાં રજૂ થયેલાં સાધનારહસ્યોને ખોલ્યાં છે, સમજાવ્યાં છે અને વર્તમાન સંદર્ભમાં રજૂ કર્યા છે.
VU
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 198