Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ (પ્રવેશક ) બીજી આવૃત્તિ શ્રી મહાવીર જીવન-વિસ્તારની ૩૫ વર્ષના ગાળે પ્રગટ થતી આ બીજી આવૃત્તિનો પ્રવેશક લખતાં હું આનંદ અનુભવું છું. સાહિત્યના ક્ષેત્રમાં શ્રી ભીમજીભાઈ સુશીલે વ્યવસાયી જીવનના પ્રારંભકાળથી આજ સુધી અનેકવિધ સેવાઓ જ કરી છે. શારીરિક વિકલતાના કારણે છેલ્લાં ૧૩ વર્ષથી તેમને નિષ્ક્રિય જીવન સ્વીકારવાની ફરજ પડી છે, એમ છતાં આજે પણ બિછાને પડ્યાં પડ્યાં તેમનું સાહિત્ય વિષયક ચિત્તન-વાચન ચાલુ જ છે. આજના સાહિત્ય-લેખકોમાં તેમને “સાહિત્યપસ્વી' તરીકે જો ઓળખવામાં આવે તો તેમાં જરા પણ અત્યુક્તિ થતી નથી. પ્રસ્તુત પુસ્તકમાં ભગવાન મહાવીર જીવનકાળથી માંડીને તેમને જરા વર્ષની ઉંમરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાં સુધીના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વસ્તુતઃ આ નિરૂપણ તેમના જીવનની એખ સૂત્રબદ્ધ કથા નથી, પણ બાલજીવનથી માંડીને કૈવસ્ત્રાપ્તિ સુધીના તેમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગો અંગે ઉપસ્થિત થતા મુદ્દાઓનું ચિત્તનાત્મક વિવેચન છે. આ પુસ્તક ૩૫ વર્ષ પહેલાં લખાયું ત્યાર પછીના લાંબા ગાળા દરમિયાન આપણે સર્વના વિચારોમાં તેમજ વલણોમાં મહત્ત્વનાં પરિવર્તનો થયાં છે. એટલે આ ચરિત્ર આજે જો ભીમજીભાઈને ફરીથી લખવાનું હોત તો તેને તેમણે કદાચ કોઈ જુદું જ રૂપ આપ્યું હોત એવી કલ્પના આ પુસ્તક વાંચતાં મનમાં હુર્યા વિના રહેતી નથી, આમ છતાં આજે જે આકારે આ બીજી આવૃત્તિ પ્રગટ થાય છે તેની પણ ભગવાન મહાવીરના ચરિત્રમાં રસ ધરાવનાર વિશાળ માનવસમુદાય માટે ચોક્કસ ઉપયોગિતા છે. પ્રસ્તુત નિરૂપણ કશા પણ સાંપ્રદાયિક પૂર્વગ્રહોથી મુક્ત છે અને ભગવાન મહાવીરના પ્રેરક જીવનનું આપણને આ પુસ્તક દ્વારા એક સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પુસ્તકની શ્રી ભીમજીભાઈએ લખેલી પૂર્વભૂમિકા ભારે ઉદ્દબોધક છે અને એક સ્વતંત્ર અને નીડર લેખક તરીકેની તેમની ખુમારીનો આપણને ફુર્તિદાયક પરિચય કરાવે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 148