Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકનું નિવેદન ( બીજી આવૃત્તિ S આત્મામાં અનંત શક્તિ છે. આત્માના એક પ્રદેશમાં અનંત કર્મસમુદાયને તોડવાનું સામર્થ્ય છે. પણ આપણને આ વસ્તુસ્થિતિનું લક્ષ નથી. લાંબા સમયના અંધકારને એક નાની સરખી દીવાસળી દૂર કરી શકે છે. રૂના વિશાળ ઢગલાને એક જ ચિનગારી ક્ષણમાત્રમાં ભસ્મીભૂત કરી શકે છે, તેવી જ રીતે જો આત્મા ખરેખર “બળિયો’ બને તો કર્મના વિશાળ પડળને પણ ભેદી નાખે છે. ભગવંત મહાવીરનું સમગ્ર જીવન આ જ શક્તિની રજૂઆત કરે છે. નયસાર, મરીચિ, વિશ્વભૂતિ, ત્રિપુષ્ટિ વાસુદેવ, નંદન મુનિ વગેરે ભગવંત શ્રી મહાવીરના પૂર્વભવો માનવ-જીવન-વિકાસના ક્રમ-ઉપક્રમ સૂચવે છે અને રાગ-દ્વેષાદિ કષાયને વશ પડેલો આત્મા જ્યારે બળિયો બને છે ત્યારે સિદ્ધિસ્થાનને પણ પ્રાપ્ત કરી શકે છે. ચરમ જિનપતિ ભગવંત મહાવીરનું જીવન આપણા સમાજના આબાલગોપાલ સામાન્ય રીતે જાણતા જ હોય છે, તો આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ છે ? આવો પ્રશ્ન હુરે તો જણાવવાનું એટલું જ કે, જેમ સર્પનું ઝેર ઉતારવા માટે વારંવાર ગરૂત મંત્રનો જાપ કરવામાં આવે છે તેમાં જેમ યુનરુક્તિદોષ ગણવામાં આવતો નથી તેમ તે કોઈ ને કોઈ પ્રકારે હિતકત તેમજ જનસમાજને લાભદાયક છે. આ પુસ્તકની ખાસ વિશિષ્ટતા એ છે કે-તે “સુશીલ” જેવા સિદ્ધહસ્ત લેખક અને ચિંતકના હાથે પાંત્રીસ વર્ષ પૂર્વે નિબંધરૂપે લખાયેલ તેમજ પ્રસિદ્ધિ પામેલ. તે સમયને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવે તે આજે પણ એટલી જ ઉપયોગી છે. અને તે હકીકતની પુષ્ટિ શ્રીયુત પરમાણંદદાસ કુંવરજી કાપડિયાએ આ જ પુસ્તકના લખેલા પ્રવેશકમાં કરી છે. શ્રીયુત ભીમજીભાઈ ‘સુશીલે' આ પુસ્તકની પુનઃ આવૃત્તિ પ્રગટ કરવા બતાવેલ ઉદારતા માટે અને શ્રી પરમાણંદ કાપડિયાએ લખી આપેલ પ્રવેશ માટે તેઓ બંનેના ઋણી છીએ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 148