________________
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/પ્રસ્તાવના પરદ્રવ્ય સ્વરૂપ –દેહને ધારણ કરે છે, છતાં તે ઉપાસક માટે ઉપાસ્ય છે, તેમ આહારરૂપ પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે છે, છતાં વીતરાગ-સર્વજ્ઞ છે, તેમ સ્વીકારીને વીતરાગ ભગવાનની ઉપાસના કરવામાં કોઈ બાધ નથી; પરંતુ તત્ત્વને જોવામાં જેમની મોહવાળી મતિ છે, એવા દિગંબરો કેવલીને ભક્તિ નથી, તેમ સ્થાપન કરીને કદાગ્રહને પામે છે તે દોષરૂપ છે, તે શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ કહેલ છે.
દિગંબરો ચાર અતિશયવાળા કર્મકાય અવસ્થાવર્તી તીર્થકરોને ભુક્તિ સ્વીકારવાથી દોષ આપે છે કે શ્વેતાંબરો જે તીર્થકરોને માને છે, તે તીર્થકરો લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરે છે, માટે તેવા ભગવાન ક્યારેય ઉપાસ્ય તરીકે સ્વીકારી શકાય નહિ.' તેનું નિરાકરણ શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
દિગંબરના મતનું ગ્રંથકારશ્રીએ નિર્ધલન કર્યું, તેનાથી કવલભોજન કરનારા ભગવાન ચાર અતિશયવાળા છે માટે વીતરાગ છે, એમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેમ સ્થાપન કર્યું. તેનાથી ભગવાનના શાસનની શોભા વધે છે, તે બતાવવા શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રી કહે છે કે પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ ભુક્તિની ક્રિયા હોવા છતાં વીતરાગની વીતરાગતામાં કોઈ બાધ નથી. આ રીતે દિગંબરોનો નિગ્રહ થવાથી કવલભોજન વીતરાગતામાં બાધક નથી, એમ શાસ્ત્રવચન અનુભવ અને યુક્તિથી દેખાવાને કારણે પરમ આનંદિત થયેલા એવા શ્વેતાંબરો વડે શોભાને પામતું એવું જૈનશાસન જય પામે છે.
આ રીતે કેવલિભક્તિવ્યવસ્થાપનાત્રિશિકામાં આવતા વિષયોની સંક્ષિપ્ત રૂપરેખા જણાવેલ છે. તે અંગે તત્ત્વજિજ્ઞાસુ વાચકવર્ગે વિશેષ સમજૂતી માટે સંકલનામાં બતાવેલ પ્રસ્તુત બત્રીશીમાં આવતા પદાર્થોનું ગંભીર રહસ્ય અને દિગંબરોએ કેવલિભુક્તિ સ્વીકારવામાં જે ૧૫ દોષો બતાવ્યા તે ૧૫ દોષોનું ઉભાવન કરીને ગ્રંથકારશ્રીએ શાસ્ત્રવચન, અનુભવ અને યુક્તિથી તેનું જે નિરાકરણ કર્યું, એ વાંચવાથી સ્વયં પ્રસ્તુત બત્રીશીમાં કેવા ગંભીર પદાર્થોનું નિરૂપણ કરેલ છે, તેનો ખ્યાલ આવશે, અને વિશેષ તો મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની પંક્તિઓ ઉપરથી તૈયાર કરેલ શબ્દશઃ વિવેચન વાંચવાથી અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org