________________
કેવલિભુક્તિવ્યવસ્થાપનહાગિંશિકો/શ્લોક-૧૬-૧૭
૬૧ ગ્રંથકારશ્રીએ જે કહ્યું કે પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગો હેતુ છે અને ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે, તેમાં સાક્ષીરૂપે અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨૨નું ઉદ્ધરણ આપ્યું. તેનું યોજન આ પ્રમાણે છે –
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨૨માં કહ્યું કે પરદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહની જનક નથી અને મોહથી જન્ય નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે મોહ વગર=ઇચ્છા વગર, પરદ્રવ્યમાં પ્રવૃત્તિ થાય છે, અને તે પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરતી વખતે મોહનો અભાવ હોઈ શકે છે. તેથી પરદ્રવ્યની પ્રવૃત્તિ યોગકૃત છે, તેમ સિદ્ધ થાય છે અને જે જીવોને ફળની ઇચ્છા છે, તે જીવોને તે પ્રવૃત્તિમાં રાગ-દ્વેષના પરિણામો પણ થાય છે. તેથી રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે.
• સંક્ષેપમાં પારદ્રવ્યની પ્રવૃત્તિ યોગકૃત છે, અને ફળાકાંક્ષાવાળી પરદ્રવ્યની પ્રવૃત્તિ રાગ-દ્વેષરૂપ અને યોગરૂપ છે કારણ સમુદાયથી થાય છે. તેથી ફળાકાંક્ષાવાળી પરદ્રવ્યની પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે.
આ વિષયમાં અધિક ચર્ચા અન્યત્ર અર્થાત્ અધ્યાત્મમતપરીક્ષા આદિ ગ્રંથોમાં છે. પ્રસ્તુત શ્લોકની ટીકામાં દિગંબરને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે તપૂર્વકત્વ જો ઇષ્ટસાધનતાધીજન્યતાવચ્છેદક છે, તોપણ અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ ભવોપગ્રાહિકર્મના વશથી ઉપપન્ન થાય છે. ત્યાં હું અને તાપ એ કથનથી એ ફલિત થાય છે કે ઇચ્છાને મોહરૂપ સ્વીકારવામાં આવે તો ઇચ્છા વગર કેવલીને ભવોપગ્રાહિકર્મના વશથી પ્રવૃત્તિ છે, તેમ સ્વીકારી શકાય; અને જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિ એ પ્રકારનો ક્રમ છે, તેમ સ્વીકારીને, મોહના પરિણામ વગરની પણ ઇચ્છા હોઈ શકે છે, તેમ સ્વીકારવામાં આવે તો, કેવલીને કેવલજ્ઞાનમાં આ કૃત્ય મારા માટે કર્તવ્ય છે એવું જ્ઞાન છે, અને તે કાર્ય કરવાને અભિમુખ જે પરિણામ થાય છે, તે ઇચ્છારૂપ છે; અને તેનાથી કેવલી આહારાદિમાં કે દેશનાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમ સ્વીકારીએ તો, રાગ-દ્વેષના પરિણામ વગરની પ્રવૃત્તિને અનુકૂળ ઇચ્છા કેવલીને છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી; પરંતુ ઇચ્છા રાગરૂપ જ છે, તેવો દિગંબરને આગ્રહ હોય તોપણ અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ કેવલીને થઈ શકે છે, માટે કેવલીને ઇચ્છા નથી, તેમ સ્વીકારવામાં પણ કોઈ દોષ નથી. આ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org