________________
go
કેવલિભુતિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૬ વસ્તુતઃ તે ઇચ્છાપૂર્વકની આહારની પ્રવૃત્તિ અર્થસમાજથી સિદ્ધ છે.
જેમ ઘટ પ્રત્યે દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ કારણ છે, તેથી દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ ઘટનાં કારણો કહેવાય, અને તે ઘટના ઉપાદાનકારણરૂપ માટીમાં નીલાદિ રંગ નાંખવામાં આવે તો નીલઘટ થાય છે, તેથી તે નીલાદિ રંગ પણ નીલાદિ ઘટ પ્રત્યે કારણ કહેવાય છે અર્થાત્ દંડાદિ સામગ્રીથી ઘટ થયો અને નીલવર્ણરૂપ સામગ્રીથી ઘટમાં નીલ વર્ણ થયો તેમ કહેવાય છે, તેથી બે કારણસામગ્રીથી નીલmટરૂપ કાર્ય થયું, તેમ કહેવાય છે; પરંતુ એમ કહેવાતું નથી કે નીલઘટ પ્રત્યે દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ અને નીલ વર્ણ કારણ છે; કેમ કે તેમ સ્વીકારવામાં ભિન્ન ભિન્ન વર્ણવાળા ઘટો પ્રત્યે ભિન્ન ભિન્ન સામગ્રી કારણ છે, તેમ સ્વીકારવું પડે, તેથી અનેક કાર્યકારણભાવ સ્વીકારવારૂપ ગૌરવ દોષની પ્રાપ્તિ થાય. માટે તાર્કિકો ઘટ સામાન્ય પ્રત્યે દંડાદિને કારણ સ્વીકારે છે, અને નીલસામગ્રીથી નીલઘાટ થયો તેમ સ્વીકારે છે અને ઘટની સામગ્રી અને ઘટમાં થતા નીલવર્ણની સામગ્રીરૂપ બે કારણસામગ્રીના સમુદાયથી નીલઘટની પ્રાપ્તિ છે તેમ સ્વીકારે છે, તેથી નીલઘટ અર્થસમાજસિદ્ધ છે.
તેમ આહારાદિની પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગોનું હેતુપણું છે, અને સંસારી જીવોને આહારાદિમાં બુદ્ધિ હોવાના કારણે ઇષ્ટસાધનતાને કારણે આહારાદિની પ્રવૃત્તિમાં ઇચ્છા ઉત્પન્ન થઈ, તેથી સંસારી જીવોની આહારાદિની પ્રવૃત્તિ પ્રત્યે યોગ અને ઇચ્છા બંને હેતુ છે માટે સંસારી જીવોને આહારાદિની પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે. સારાંશ -
• જેમ ઘટ પ્રત્યે દંડાદિ સામગ્રી કારણ છે, તેમ પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગો કારણ છે, અને જેમ માટીમાં નીલાદિ વર્ણોના પ્રક્ષેપથી નીલાદિ ઘટની પ્રાપ્તિ છે, તેમ ઇષ્ટસાધનતાની બુદ્ધિવાળા જીવોને આહારાદિની પ્રવૃત્તિમાં ઇચ્છાની પ્રાપ્તિ છે; અને જેમને ઇષ્ટસાધનતાની બુદ્ધિ નથી, એવા કેવલીને આહારાદિની પ્રવૃત્તિમાં માત્ર યોગો જ કારણ છે, ઇચ્છા કારણ નથી, તેથી ઇચ્છા વગર કેવલીને યોગોથી આહારાદિ પ્રવૃત્તિ સ્વીકારી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org