________________
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬
પ૯ આશય એ છે કે જેમ સંસારી જીવોની શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ કે દેહમાં લોહી પરિભ્રમણને અનુકૂળ પ્રવૃત્તિ થાય છે, અને અબુદ્ધિપૂર્વકની તે પ્રવૃત્તિ છે, તેમ કેવલીને પણ ભવોપગ્રાહી એવા અઘાતિકર્મના વશથી દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ થાય છે અર્થાત્ તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થકરની અને અન્ય કેવલીની તેવા પ્રકારના નામકર્મના ઉદયરૂપ ભવોપગ્રાહિકર્મના વશથી, અબુદ્ધિપૂર્વકની દેશનાદિમાં પ્રવૃત્તિ થાય છે અને દેહધારણને અનુકૂળ એવું આયુષ્યકર્મ અને તેને ટકાવવાને અનુકૂળ આહાર ગ્રહણ કરાવે તેવું ભવોપગ્રાહિકર્મ કેવલીને છે. તેથી કેવલીની આહારમાં પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય છે, માટે કેવલીને ઇચ્છા નહિ હોવા છતાં દેશનાદિમાં અને આહારાદિમાં પ્રવૃત્તિ સ્વીકારવામાં કોઈ બાધ નથી, એ પ્રકારના સુદર્ભાવથી ગ્રંથકારશ્રીએ દિગંબરના કથનનું સમાધાન કર્યું. આ કથનથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
આ રીતે પ્રવૃત્તિ સામાન્ય પ્રત્યે યોગોનું હેતુપણું છે, અને કોઈક પ્રવૃત્તિમાં ઇચ્છાપૂર્વકત્વ દેખાય છે, તે અર્થસમાજસિદ્ધ છે.
આશય એ છે કે તીર્થંકરો દેશનાની પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ ભાષાવર્ગણાનાં પુદ્ગલોને વચનરૂપે પરિણમન પમાડીને લોકોને સંભળાવવાની પ્રવૃત્તિરૂપ છે અને તે દેશનાની પ્રવૃત્તિ પ્રત્યે ભાષાવર્ગણાનાં પુદ્ગલોને અવલંબીને આત્મામાં થતા વીર્યવ્યાપારરૂપ વચનયોગ કારણ છે; અને કેવલી આહાર ગ્રહણ કરે છે, તે આહારનાં પુગલોને મુખમાં પ્રક્ષેપ કરવાની પ્રવૃત્તિરૂપ અને ચાવવાની પ્રવૃત્તિરૂપ છે, અને તે પ્રવૃત્તિ પ્રત્યે કાયાને અવલંબીને આત્મામાં થતા વીર્યવ્યાપારરૂપ કાયયોગ કારણ છે, તેથી મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગો કારણ છે, અને કેટલાક સ્થાને પ્રવૃત્તિ કરતી વખતે ઇચ્છા પણ કારણ દેખાય છે.
જેમ ગૃહસ્થો આહારની પ્રવૃત્તિ કરે છે, તે આહારની પ્રવૃત્તિ પ્રત્યે કાયયોગ કારણ છે, તેમ તે ગૃહસ્થોને આહારમાં ઇષ્ટસાધનતાની બુદ્ધિ છે, તેથી તે આહારગ્રહણની પ્રવૃત્તિમાં જેમ કાયયોગ કારણ છે, તેમ ઇચ્છા પણ કારણ છે. તેથી ગૃહસ્થોની ઇષ્ટસાધનતાની બુદ્ધિપૂર્વક આહારની પ્રવૃત્તિમાં યોગ કારણ છે, તેમ ઇચ્છા પણ કારણ છે, એ પ્રકારનો અનુભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org