________________
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦-૨૧
ટીકા ઃ
નિવૃતિ-સ્પષ્ટઃ ।।।।
આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા
રચેલ નથી. ।।૨૦।।
ભાવાર્થ :
(૧૦) (i) ભુક્તિથી નિદ્રાની પ્રાપ્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ :
૭૭
માટીમાંથી કુંભાર દંડ દ્વારા ઘટ કરે છે, પરંતુ માટી ન હોય તો દંડમાત્રથી ઘટની ઉત્પત્તિ થઈ શકે નહિ. તેથી જેમ દંડથી ઘટ ઉત્પન્ન કરવા માટે ઘટનું ઉપાદાન કારણ માટી આવશ્યક છે, તેમ ભુક્તિથી નિદ્રાને ઉત્પન્ન કરવા માટે નિદ્રાનું ઉપાદાનકારણ દર્શનાવરણકર્મ આવશ્યક છે, અને જો દર્શનાવરણકર્મ ન હોય તો નિદ્રાનું નિમિત્તકારણ એવી ભુક્તિથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. તેથી દિગંબર કહે છે કે ભોજનથી નિદ્રાની ઉત્પત્તિ છે, માટે કેવલી ભોજન કરતા નથી, તે વચન તેમનું યુક્ત નથી.
વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે નિદ્રા એ જીવનો પરિણામ છે અને દર્શનાવરણ એ કર્મ છે. તેથી નિદ્રારૂપ જીવના પરિણામ પ્રત્યે દર્શનાવરણકર્મ ઉપાદાનકારણ સ્થૂલદૃષ્ટિથી કહી શકાય નહિ; પરંતુ સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો નિદ્રાનો પરિણામ દર્શનાવરણકર્મરહિત જીવને થતો નથી. આથી સિદ્ધના જીવોને ક્યારેય નિદ્રાનો પરિણામ થતો નથી; પરંતુ દર્શનાવરણકર્મથી યુક્ત એવો જીવ નિદ્રા પ્રત્યે ઉપાદાનકારણ છે, તેથી ભુક્તિના નિમિત્તને પામીને દર્શનાવરણકર્મના ઉદયને પામેલો જીવ નિદ્રારૂપે પરિણમન પામે છે. જેમ પિંડઅવસ્થારૂપે રહેલી માટી દંડરૂપ નિમિત્તને પામીને ઘટરૂપે પરિણમન પામે છે, માટે દર્શનાવરણ કર્મ નિદ્રા પ્રત્યે ઉપાદાન કારણ છે તેમ કહેવાય છે.
અથવા
આયુષ્યકર્મપરિણત એવો આત્મા માતા-પિતાના નિમિત્તને પામીને મનુષ્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org