Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 120
________________ ૧ કેવલિભુક્તિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૨૪ ભયથી પણ તારી આ પ્રકારની કલ્પના કેવલી કવલભોજન કરતા નથી એ પ્રકારની કલ્પના, હિતાવહ નથી. ભાવાર્થ - કેવલીમાં ભક્તિ આદિ અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે દિગંબરના પક્ષને ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દષ્ટબાધાની પ્રાપ્તિ : સંસારવર્તી જીવોના શરીરની સ્થિતિ શરીરસ્થાપક અદૃષ્ટથી થાય છે. તે રીતે ભુક્તિ, શ્વાસોચ્છવાસ આદિ ફળનો હેતુ એવું જાગતા વિપાકવાળું કર્મ પણ સંસારી જીવોના શરીરના સ્થાપકરૂપે સંબદ્ધ દેખાય છે, તેથી કોઈ સંસારી જીવ માત્ર આયુષ્યકર્મથી દીર્ઘ કાળ સુધી જીવતા નથી, પરંતુ આયુષ્યકર્મની સાથે વિપાકવાળું એવું ભોજનની પ્રવૃત્તિ કરાવનારું કર્મ અને શ્વાસોચ્છવાસ ગ્રહણની પ્રવૃત્તિ કરાવનારું કર્મ પણ વિદ્યમાન છે, તેવો દૃષ્ટ અનુભવ છે. તેથી કેવલીને ભક્તિ નથી તેમ સ્વીકારવામાં આવે તો, શરીરની દીર્ઘ કાળની સ્થિતિમાં શરીરસ્થાપક અદૃષ્ટ સાથે અવિનાભાવી વિપાકવાળા ભક્તિ આદિ અદૃષ્ટો જે દેખાઈ રહ્યાં છે, તેનો બાધ પ્રાપ્ત થાય. તેથી કેવલીને ભક્તિ નહિ સ્વીકારનાર દિગંબરના પક્ષને ભક્ષણ કરનારી એવી રાક્ષસી જેવી દૃષ્ટબાધા પ્રાપ્ત થાય છે. માટે દૃષ્ટબાધાના ભયથી પણ દિગંબરોએ કેવલીને ભુક્તિ નથી, એવી કલ્પના કરવી હિતાવહ નથી. વિશેષાર્થ – અહીં વિશેષ એ છે કે સંસારી જીવોને દેહ ધારણ કરાવનારું કર્મ છે, તેથી દેહને ધારણ કરીને જીવે છે; અને દેહધારી જીવો આહારમાં કે શ્વાસોચ્છવાસમાં પ્રવૃત્તિ કરતા દેખાય છે, તે પ્રવૃત્તિ પણ માત્ર તેમના પ્રયત્નથી થતી નથી, પરંતુ કર્મ અને જીવના વ્યાપારથી થાય છે. તેથી જીવ જ્યારે આહારાદિ ગ્રહણ કરે છે કે શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે, ત્યારે જેમ જીવનો પ્રયત્ન વર્તે છે, તેમ તે પુદ્ગલોના ગ્રહણને અનુકૂળ કર્મ પણ વિપાકમાં વિદ્યમાન છે. તેથી કર્મ અને પુરુષકાર ઉભયજન્ય આહારાદિની કે શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ છે. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146