Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 130
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનન્દ્વાત્રિંશિકા/મ્લોક-૨૫-૨૬ ૧૦૧ વળી જેમ રાગાદિની પ્રતિપક્ષભાવનાથી રાગાદિનો સર્વથા નાશ થાય છે, તેમ અશ૨ી૨ભાવનાથી શરીરસ્થાપક અદૃષ્ટનો સર્વથા નાશ થતો નથી, પરંતુ શરીરસ્થાપક અદૃષ્ટ તનુ થાય છે; અને ૫૨૫દાર્થમાં પ્રવૃત્તિ કરવામાં મોહની સામગ્રી આવશ્યક છે અને કેવલીને મોહની સામગ્રી નથી અને શરીરસ્થાપક અદૃષ્ટ તનુ છે, તેથી સંસારી જીવો જે બાહ્યક્રિયાઓ કરે છે, તેવી કોઈ બાહ્ય ક્રિયાઓ કેવલી કરતા નથી. આ પ્રકારની દિગંબરની યુક્તિ ઉચિત નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રીએ કહ્યું કે મોહઆપાદક સામગ્રી પ્રતિપક્ષભાવનાથી નિર્મૂળ નાશ પામે છે, અને ભુક્તિઆપાદક અદૃષ્ટ અને તનુઆપાદક અદૃષ્ટ પ્રતિપક્ષભાવનાથી નિર્મૂળ નાશ પામતું નથી, આમ છતાં તે કર્મ તનુ થાય છે, તેમ સ્વીકા૨વા માટે ઘાતીપ્રકૃતિ અતનુ છે અને અઘાતીપ્રકૃતિ તનુ છે, તેમ દિગંબર સ્વીકારે તોપણ તે પ્રકૃતિઓનું જે પ્રકારે વિપાક આપવાનું સામર્થ્ય હોય તે પ્રકારે વિપાક આપવાનો પ્રારંભ કરીને જ તે પ્રકૃતિઓ નિવૃત્ત થઈ શકે તેમ દિગંબરને માનવું પડે. તેથી અઘાતી એવું ભુક્તિઆપાદક અદૃષ્ટ કેવલીને ભોજનની પ્રવૃત્તિ કરાવીને જ નિવૃત્ત થઈ શકે. ||૨૫ અવતરણિકા : શ્લોક-૫માં દિગંબરે કહેલ કે જો કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભુક્તિકાળમાં ધર્મદેશનાની અનુપપત્તિ થવાથી તેટલા કાળ સુધી પરોપકારની હાનિ થશે. માટે સદા પરોપકારમાં નિરત એવા કેવલીભગવાન ભુક્તિ કરતા નથી. એ કથનનું નિરાકરણ પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધથી કરે છે – વળી શ્લોક-૫માં દિગંબરે કહેલ કે ભુક્તિ હોતે છતે પુરીષાદિનું ધ્રુવપણું છે, તેથી પુરીષાદિની જુગુપ્સાથી કેવલી કવલભોજન કરતા નથી. એ કથનનું નિરાકરણ પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધથી અને શ્લોક-૨૭ના કથનથી ગ્રંથકારશ્રી કહે છે . શ્લોક ઃ परोपकारहानिश्च नियतावसरस्य न । पुरीषादिजुगुप्सा च निर्मोहस्य न विद्यते । । २६ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146