Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 129
________________ ૧૦૦ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫-૨૬ તનુ થાય છે માટે કેવલી ભોજન કરતા નથી, એ કથન અર્થ વગરનું છે. આ રીતે ગ્રંથકારશ્રીએ શ્લોકના પૂર્વાર્ધથી સ્થાપન કર્યું કે પ્રતિકૂળ ભાવનાથી ભુક્તિઆપાદકકર્મ નિવર્તન પામે તેવું નથી, માટે કેવલીને ભુક્તિઆપાદકકર્મ તનુ થતું નથી; તેમ અગ્નિની મંદતાદિ દોષોથી જનિત ભુક્તિઆપાદકકર્મનું મંદપણું પણ કેવલીમાં સ્વીકારવું ઉચિત નથી; કેમ કે કોઈક કેવલીને તેવા પ્રકારનું કર્મ ઉદયમાં હોય તો તેમને શરીરમાં અગ્નિની મંદતાને કારણે ભુક્તિઆપાદકકર્મ તનુ=મંદ, બની શકે, તોપણ દીર્ઘ આયુષ્યવાળા કરોડો વર્ષો સુધી જીવે તેવા કેવલીમાં અગ્નિની મંદતાથી થયેલ દીર્ઘ કાળ સુધી ભોજન ન કરાવે તેવું તનુપણું સંભવે નહિ. તેથી કોઈક કેવલી અલ્પકાળ જીવનારા હોય તેમને ભુક્તિ ન હોય અને અગ્નિની મંદતાને કારણે ભુક્તિઆપાદકકર્મ તનુ હોય તો ભુક્તિ ન કરે તેમ સંભવે, પરંતુ સર્વ કેવલીઓ ભુક્તિ કરતા નથી, તેમ સ્વીકારી શકાય નહિ. વળી બધા કેવલીને અગ્નિની મંદતાજનિત કર્મ તનુ છે, તેમ પણ સ્વીકારી શકાય નહિ; કેમ કે બધાને ભુક્તિઆપાદકકર્મ સાથે અગ્નિની મંદતાને પેદા કરે તેવી પાપપ્રકૃતિ વિપાકમાં હોય તેવો નિયમ નથી. વળી અગ્નિની મંદતાથી થયેલું ભક્તિઆપાદકકર્મનું મંદપણું નિયતકાળ ભુક્તિનો વ્યવચ્છેદ કરાવે તેથી અમુક દિવસ સુધી ભુક્તિ વગર કેવલી ટકી શકે, તેમ સ્વીકારી શકાય અને ઘણા વર્ષોના આયુષ્યવાળા કેવલીને અગ્નિની મંદતાથી જનિત તનુપણું નિયતકાળ સુધી ભુક્તિનો વ્યવચ્છેદ કરે, તેમ સ્વીકારી શકાય તોપણ નિયતકાળ પછી તેમનું તે કર્મ ભુક્તિનું આક્ષેપક છે, તેમ માનવું પડે. સારાંશ : દિગંબરો કહે છે કે જેમ રાગાદિભાવો પ્રતિપક્ષભાવનાથી નિવર્તન પામે છે, તેમ ભુક્તિઆપાદકકર્મ અભોજનભાવનાથી સર્વથા નિવર્તન પામતું નથી, તોપણ તનુ થાય છે; અને વીતરાગ થયા પછી મોહની સામગ્રી નહિ હોવાને કારણે પરપદાર્થમાં પ્રવૃત્તિ થતી નથી, તેથી કેવલી ભુક્તિ કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146