Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 140
________________ ૧૧૧ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૩૦ અવતરણિકા – કેવલીને પરદ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારવી ઉચિત નથી, એમ દિગંબરો કહે છે, તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ અર્થથી સ્થાપન કર્યું કે જેમ કેવલી પદ્રવ્યસ્વરૂપ તૃદેહને ધારણ કરે છે, છતાં તે ઉપાસ્ય છે, તેમ આહારરૂપ પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે છે, છતાં વીતરાગ સર્વજ્ઞ છે, તેમ સ્વીકારીને તેમની ઉપાસના કરવામાં કોઈ બાધ નથી; પરંતુ તત્વને જોવામાં જેમની મોહવાળી મતિ છે, એવા દિગંબરો કેવલીને ભક્તિ નથી, તેમ સ્થાપન કરીને કદાગ્રહને પોષે છે તે દોષરૂપ છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : दोषं वृथा पृथूकृत्य भवोपग्राहिकर्मजम् । बध्नन्ति पातकान्याप्तं दूषयन्तः कदाग्रहात् ।।३०।। અન્વયાર્થ : ભવોપરિવર્ષના—ભવોપગ્રાહિકર્મથી પેદા થયેલા યો–દોષને વૃથા પૃથ્રવૃત્વ= ફોગટ વિસ્તાર કરીને તેવા પ્રદા–કદાગ્રહથી ગાપ્તિ આપ્તને ટૂષત્તિ =દૂષણ આપતા એવા દિગંબરો પતિન=પાપને વળત્તિ બાંધે છે. ૩૦ શ્લોકાર્ધ : ભવોપચાહિકર્મથી પેદા થયેલા દોષને વૃથા-ફોગટ, વિસ્તાર કરીને 'કદાગ્રહથી આપ્તને દૂષણ આપતા એવા દિગંબરો પાપને બાંધે છે. In૩૦|| ભાવાર્થ - કેવલીને ભવોપગ્રાહિકર્મને કારણે દેહધારણ અને દેહધારણને અનુકૂળ ભક્તિની ક્રિયા છે, તે ભવોપગ્રાહિકર્મકૃત આત્મામાં દોષ છે અને તેવા દોષો સિદ્ધના જીવોને નથી, તોપણ તે દોષો ઉપાસ્યની ઉપાસના કરવામાં બાધક નથી; કેમ કે સર્વ દોષોથી રહિત ઉપાસ્ય સિદ્ધના જીવો છે અને તે અપેક્ષાએ ભગવાનની તત્ત્વકાય અવસ્થા જ ઉપાય છે. આમ છતાં જેમ ભગવાનની તત્ત્વકાય અવસ્થા ઉપાસક માટે ઉપાસ્ય છે, તેમ ભગવાનની કર્મકાય અવસ્થા પણ ઉપાસક માટે ઉપાસ્ય છે, અને ભગવાનની કર્મકાય અવસ્થામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146