________________
૪૬
કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/શ્લોક-૧૪-૧૫ તો તેનાથી અસાતાનો ઉદય થાય અને કેવલીને દુઃખનો અનુભવ થાય. તેથી ઇષ્ટ કે અનિષ્ટ અર્થ સાતા કે અસાતા પ્રત્યે પ્રયોજક છે, પરંતુ ઇન્દ્રિયોથી થતું જ્ઞાન પ્રયોજક નથી. શ્વેતાંબર સંપ્રદાય અનુસાર કેવલીને તૃણસ્પર્શાદિપરીષહોના અભિધાનની સંગતિ :
અહીં કહ્યું કે બાહ્ય સુખ-દુઃખમાં ઇષ્ટ-અનિષ્ટ અર્થનો શરીર સાથે સંપર્ક માત્ર પ્રયોજક છે, તેથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય સુખ-દુઃખ પ્રત્યે કારણ અંતરંગ સાતા-અસાતા કર્મ છે અને સાતા-અસાતાના ઉદયને પ્રગટ કરવામાં બાહ્ય ઇષ્ટ-અનિષ્ટ અર્થનો શરીર સાથેનો સંપર્ક પ્રયોજક છે અર્થાત્ પરંપરાએ કારણ છે અર્થાત્ સાક્ષાતું કારણ કર્મ છે અને પરંપરાએ કારણ ઇષ્ટ-અનિષ્ટ અર્થનો શરીર સાથેનો સંપર્ક છે, તેથી કેવલીને ઇષ્ટ-અનિષ્ટ અર્થના સંપર્કમાં ઇંદ્રિયોથી મતિજ્ઞાન થાય છે, તેમ માનવાની આવશ્યકતા નથી. માટે શ્વેતાંબર સંપ્રદાય અનુસાર કેવલીને તુણ-સ્પર્શાદિ પરીષહોનું અભિધાન છે, તે સંગત થાય છે; કેમ કે પ્રતિકૂળ એવા તૃણાદિના સ્પર્શથી કેવલીને અસાતાનો અનુભવ થાય છે, તેને સામે રાખીને કેવલીને તૃણસ્પર્શાદિ પરીષહો હોય છે, એમ શાસ્ત્ર કહે છે, તે સંગત થાય છે.
જો કેવલીને અનિષ્ટ પદાર્થના સંપર્કજન્ય દુઃખ થતું ન હોય તો તૃણસ્પર્શાહિદ પરિષદની કેવલીમાં સંભાવના રહે નહિ. તેથી કેવલીને તૃણસ્પર્શ વખતે સ્પાર્શન મતિજ્ઞાન થાય છે, તેમ માનવાની આવશ્યકતા નથી, ફક્ત તૃણસ્પર્શને કારણે અસાતાના ઉદયથી દુઃખનો અનુભવ થાય છે અને તૃણના સ્પર્શનું જ્ઞાન કેવલીને કેવલજ્ઞાનથી થાય છે, પરંતુ ઇંદ્રિયોના સંપર્કથી થતું નથી, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. માટે દિગંબરો જે કહે છે કે દેહગત સુખ-દુઃખ ઇંદ્રિયોથી ઉદ્ભવ થાય છે, તે કેવલીને નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી, તે તેમનું કથન નિરર્થક છે. I/૧૪ના અવતરણિકા :
શ્લોક-૩માં કહેલ કે મોહનીયકર્મના ઉદયને કારણે પરદ્રવ્યની પ્રવૃત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org