________________
૪૪
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૪ (૧) ક્યારેક બહિરિન્દ્રિયના વ્યાપારના અભાવમાં પણ મનોમાત્રના વ્યાપારથી સતુ-અસત્ ચિંતા દ્વારા જ આત્માને અનુભવ થાય તેવા આધ્યાત્મિક સુખદુઃખની ઉત્પત્તિ છે=આત્માને સંવેદન થતા એવા સાતા-અસાતારૂપ સુખ-દુઃખની ઉત્પત્તિ છે.
આશય એ છે કે કેટલીક વખત જીવ કોઈ વિષયને ગ્રહણ કરવા માટે ઇન્દ્રિયોનો વ્યાપાર કરતો ન હોય ત્યારે પણ ભાવિમાં કોઈ ઇષ્ટની પ્રાપ્તિ થશે, તે વિષયક સાચી ચિંતા કરતો હોય અથવા તો સ્વમતિ પ્રમાણે અસત્ ચિંતા કરતો હોય ત્યારે, તે મનોવ્યાપારથી ભાવિમાં ઇષ્ટની પ્રાપ્તિ દેખાવાના કારણે સુખનો અનુભવ થાય છે.
વળી તે રીતે અન્ય કોઈ જીવ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા કોઈ વ્યાપાર ન કરતો હોય અને મનથી પોતાને ભાવિમાં કોઈ રોગાદિ આવશે, તે વિષયક સાચી કે ખોટી વિચારણા કરતો હોય અને તેના કારણે માનસિક વિહ્વળતા થવાથી દુ:ખનો અનુભવ થાય છે.
આ રીતે આધ્યાત્મિક એવા=આત્માને સંવેદન થતા એવા, સાતા-અસાતારૂપ સુખ-દુઃખ પ્રત્યે ઇન્દ્રિયોના વિષયોની આવશ્યકતા ધ્રુવ છે, તેવો નિયમ નથી.
આનાથી એ ફલિત થયું કે ક્યારેક ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંપર્ક થયા વગર પણ સાતા-અસતાનો અનુભવ થઈ શકે છે, તેથી નક્કી થાય છે કે જીવને અનુભવાતા સાતા-અસાતારૂપ આધ્યાત્મિક સુખ-દુ:ખ પ્રત્યે ચિત્ર પ્રકારનું કર્મ પ્રધાન કારણ છે.
(૨) વળી કેટલાક જીવોને તે સત્-અસત્ ચિતારૂપ મનોવ્યાપાર પણ ન હોય, બહિરિન્દ્રિયનો વિષયો સાથે વ્યાપાર પણ ન હોય, આમ છતાં આત્માને ક્લેશઆપાદક રાગાદિ દોષોનો ઉપશમ થવાને કારણે સ્વસ્થતારૂપ સાતાનો અનુભવ થાય છે, અને કેટલાક જીવોને ક્લેશઆપાદક રાગાદિ દોષોનો ઉદ્રક થવાને કારણે અસ્વસ્થતા થવાથી અસાતાનો અનુભવ થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે સાતા-અસાતા પ્રત્યે અંતરંગ ચિત્ર કર્મ કારણ છે. તે કર્મના ઉદયની પ્રાપ્તિ પ્રત્યે ક્યારેક સહાયક તરીકે સત્-અસત્ ચિંતારૂપ મનોવ્યાપાર કારણ બને છે, તો ક્યારેક ઇંદ્રિયોનો બાહ્ય ઇષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org