________________
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૫
શ્લોકાર્થ ઃ
અને પરોપકારની હાનિ હોવાથી, પુરીષાદિમાં જુગુપ્સા થવાથી અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલીભગવંત ભોજન કરતા નથી, એ પ્રમાણે દિગંબરો કહે છે. IIII
ટીકા ઃ
1
परेति परोपकारहानेश्च भुक्तिकाले धर्मदेशनाऽनुपपत्तेः सदा परोपकारस्वभावस्य भगवतस्तद्व्याघातायोगात् । पुरीषादिजुगुप्सया, भुक्तौ तद्ध्रौव्यात् । व्याध्युत्पत्तेश्च भुक्तेस्तन्निमित्तत्वात् । भगवान् केवली भुङ्क्ते नेति दिगम्बरा વન્તિ
||
૧૩
ટીકાર્ય :
પરોપારદાનેશ્વ, પરોપકારની હાનિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. ભોજનથી પરોપકારની હાનિ કેમ છે ? તેમાં હેતુ કહે છે
મુવિજ્ઞાને ... અનુપત્તે:, ભુક્તિકાળમાં ધર્મદેશનાતી અનુપપત્તિ હોવાથી પરોપકારની હાનિ છે. માટે કેવલી કવલભોજન કરતા નથી.
-
અહીં પ્રશ્ન થાય કે કેવલી શેષકાળમાં પરોપકાર કરે અને ભુક્તિકાળમાં પરોપકાર ન કરે તો શું વાંધો છે ? તેથી બીજો હેતુ કહે છે –
सदा ગોવાત્ । સદા=હંમેશાં, પરોપકાર સ્વભાવવાળા એવા કેવલીભગવંતને તેના વ્યાઘાતનો અયોગ હોવાથી=ધર્મદેશનાના વ્યાઘાતનો અયોગ હોવાથી કેવલી ભોજન કરતા નથી.
Jain Education International
पुरीषादि તત્ક્રોવ્યાત્ । પુરીષાદિમાં=મલાદિમાં, જુગુપ્સા થવાથી કેવલી ભોજન કરતા નથી; કેમ કે ભુક્તિમાં તેનું ધ્રુવપણું છે=ભોજનમાં મલાદિનું ધ્રુવપણું છે.
વ્યાધ્યુત્પન્નેશ્વ, અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કેવલીને વ્યાધિની ઉત્પત્તિ ન હોય એટલામાત્રથી ભોજન ક૨વામાં શું વાંધો છે ? તેથી કહે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org