Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ “સાચું સાહિત્ય તો એ છે કે જે માનવીના ચિત્તને પ્રેરણા આપતું રહે છે અને પાશવી (આસુરી ) વૃત્તિઓથી એને દૂર રાખે છે. ભાતૃભાવ, સમાનતા અને શાંતિ જેવાં મૂલ્યોને પોષણ મળવું જોઈએ. અને આવી સંસ્કૃતિપોષક સમજણ મારફત વિશાળ દેશના જુદીજુદી જાતના લોકોને એકબીજાની નજીક લાવવા જોઈએ. આ કાર્ય સાહિત્ય મારફત જ સારી રીતે થઈ શકે.” આ વાર્તાઓમાં વાર્તાકલાનું તત્ત્વ હોવાનો દાવો મારાથી થઈ શકે એમ નથી એ હું જાણું છું, અને છતાં આ વાર્તાઓ લખવામાં મેં અલ્પાંશે પણ આનંદનો અનુભવ કર્યો છે – એટલું જણાવવાની રજા લઉં છું. જેમાં આધુનિક વાતકલાનું તત્ત્વ ઓછું હોય કે સમૂળગું ન હોય એવી ભાવનાશીલતા, માનવતા કે ઉદારતા-સહૃદયતાનું અથવા ત્યાગ, બલિદાન કે તિતિક્ષાનું દર્શન કરાવતી વાર્તાઓ વાંચનારો એવો પણ એક વાચકવર્ગ છે જ. જેમ જીવનનિર્વાહ માટેનું, તેમ જીવનને ટકાવી રાખવાનું બળ પણ મને માતા સરસ્વતીની કૃપાદૃષ્ટિમાંથી જ મળતું રહ્યું છે, એ હું સ્પષ્ટ રૂપે જોઈ શકું છું. (કથાસંગ્રહોની પ્રસ્તાવનામાંથી સંકલિત ) – રતિલાલ દીપચંદ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 225