________________
૧૦
કંચન ને કામિની સ્પષ્ટ કરઅથવા આવા અસ્થિર અને અચોક્કસ ક્ષેત્રમાં કેમ ઝંપલાવ્યું કે આવા લેકમાં લેખક બનવાને વિચાર કેમ કર્યો તે કહી દે !”
મેં સ્વસ્થ રીતે, પ્રમુખ સાહેબની બિહામણી આંખો સામે ન જોતાં કહ્યું:
“હવે છેલ્લે છેલ્લે એ કહી દઉં. મરતા માણસને મનફાવે તે કહેવાની છૂટ હોય છે. સાહેબ, મારા કુળમાં કઈ લાંબુ નહેતું ભણતું. સરસ્વતી પણ લક્ષ્મી કાજે પૂજાતી. આજે તો સર્વ ગુણ સુવર્ણમાં આવી વસ્યા છે. પણ કેટલાક સરસ્વતીપૂજક બ્રાહ્મણેની સંગતે ભણવાને ચસકે લાગી ગયો. એ ચસકાને કારણે જન્મભૂમિના નાના એવા સુંદર ગામડાને છોડી દૂર દૂર નીકળી ગયા.
ભણીને પાછો આવ્યો ત્યારે મામાએ પિતાની કરિયાણાની પેઢીમાં છ આની ભાગ તૈયાર રાખ્યું હતું. થડા પર બેસી જાઉં તેટલી વાર હતી. એક નાના ગામના કારભારી પિતાએ પણ અસીલેની દાવાઅરજીઓ લખવી ને વર્ષમાં બે વાર સાહેબ બની વિટી લેવા જવું; એમ વર્ષે એકાદ હજારની આવક સહેજે થઈ જાય એવી જોગવાઈ કરી રાખી હતી. લખાણ મુદ્દાસર કરવાની આવડત હતી. અક્ષરે મોતીના દાણા જેવા હતા. કામ હાથ પર લઉં એટલી વાર હતી. એક એવા સજજન મારા સસરા પણ બનવા તૈયાર હતા કે જેમની સટ્ટાની પેઢી ત્રણ ત્રણ વખતના દીવાળાથી સદ્ધર બની હતી. શરત એ હતી કે એ પેઢી હું સંભાળું. અર્થાત કામિની અને કંચન બને
હાજર હતાં!
કયો ધધો લેવો એને નિર્ણય કરવાનું મેં થોડા દહાડાની આસાએશ પછી મુલતવી રાખ્યું. રોજ સાંજ-સવાર ગામમાં ને બપોરના પાદરમાં ફરવાનું રાખ્યું. મૂળ તે નાનકડું ગામડું પણ આજ એની રોનક પલટાઈ ગઈ હતી. પાણીના નળ ચારે તરફ નંખાઈ