Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 287
________________ ૨૬૨ કંચન ને કામિની વાતાવરણને જલદી છોડવું જોઈએ? વિમલાદેવી થોડીવાર થોભી. પછી બોલી : “અરેરે ! જેને ખોળે મસ્તક મૂક્યું. તે પિતે ખંજર ભેંકવા તૈયાર થયા !' એ થોડી વાર શ્વાસ ખાવા થોભી ને બેલી ઃ રાતની રાતે બીજે ગાળતા ત્યારે હું એક અક્ષરે ન બેલી. એમનું મન મારામાં પરોવાય, એ ખાતર એક વેશ્યા જેટલાં મેં લટકામટકા કર્યા, સ્ત્રી તરીકેનું સ્વમાન છોડી જેટલી નીચે જવાય તેટલી ગઈ, પણ પેલી નખરાળી, નૃત્યરાણી, નવેલી, છેકેલી શિક્ષિકાનું પડખું એ છોડી ન શક્યા. પિતાના જીવનનો ચિતાર રજૂ કરતી વિમલાદેવી બોલી: “એ પણ ચલાવી લીધું. બે ટંક મારે ત્યાં જમે તોય સંતોષ માને. રાતોની રાતો એમણે બીજે વિતાવવા માંડી છતાં એક શબ્દ ન બોલી. પણ દિવસે દિવસે અંતરદાહ વધતો ગયે. એક વાર સામે પગલે જઈને પેલી શિક્ષિકાને પગે પડી આવી. પણ એ તો ભણેલી ગણેલી ચૂડેલ હતી. સ્ત્રી સ્વમાનની ને સ્ત્રી-ઉદ્ધારની વાત કરનારી એણે જ એક સ્ત્રીને કચડી હતી. બહારથી પુના અધિકાર સામે પ્રહાર કરનારી ને અંતરથી પુરુષોના વિષયની દાસી બની રહી હતી. મને પુરષ જાત તરફ તિરસ્કાર છૂટો, એને શાપ આપવા માંડી, ત્યાં સાંભળ્યું કે પુરુષોમાં ભારે વિરે મનુ પણ છે ને ! એકને પાપે બધાને કાં દંડું? એકે મારા હકની હરરાજી કરી તોય સમાજને કંઈ ન લાગ્યું, અને દુઃખ ભૂલવા હું બે દિવસ બીજાની સાથે બોલી તેમાં આટલી શિક્ષા? શું સ્ત્રીથી કાઈ ને આશરે ન લેવાય? પ્રભુ ! શી ફરિયાદ કરવી ? ક્યાં ફરિયાદ કરવી? પૃથ્વી પર તો સ્ત્રીની ફરિયાદ માટે પણ કોઈ સુરક્ષિત સ્થળ નથી.”

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292