Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 286
________________ ત્યકતા ૨૬૧ વીજળી પડવા જેવો આઘાત થયો. મને લાગ્યું કે કમરે ફરી રહ્યો છે. જગત બહેરું અને બેવકૂફ બની રહ્યું છે. હું બૂમ પાડીને, હૃદય ચીરીને કેને બતાવું ! મારી બુદ્ધિ શૂન્ય થઈ ગઈ. અરેરે! જગત આખરમાં આવું જ? સહૃદયતાને આ બદલે ? શું કોઈ ડૂબતાને બચાવવો એ ગુનો છે? સંધ્યા પ્રગટી અને એ પણ અંધકારમાં ડૂબી ધીરે ધીરે મલપતા ચંદ્ર જગતનાં પાપ ધેવા આકાશમાં ઊંચે આવ્યો. એનાં કિરણો બારી વાટે વિમલાદેવીને પલંગ પાસે આવ્યાં. એના મુખ પર ફેલાયાં. એના લાવણ્યનાં પિષક બન્યાં. હું પાસે બેઠે બેઠે બારી વાટે ખેતરે પર છવાયેલી ચાંદનીને જેતે હતે. સફેદ બનેલાં વૃક્ષોને નિહાળી રહ્યો હતો. થોડે દૂર ઘુવડ ભયંકર રીતે બોલી રહ્યું હતું. પણ જગતનાં માનવીઓની ભાષા કરતાં એ વધારે મીઠું લાગ્યું. વિચારમાં મગ્ન હતા ત્યાં વિમલાએ એકદમ ચીસ પાડી. એને શરીરે પરસેવો હતો. પ્રતિક્ષણે રોમાંચ થતો હતો. મને લાગ્યું કે એ કઈ ભયંકર સ્વપ્નમાં હતી. મેં તેને સાચવી લીધી અને ફરી પલંગમાં સુવાડી. • થોડી રાત વીતી. હવા મધુર હતી. એણે ધીરેથી નેત્રો ખેલાં. મને જોતાં તેને વિશ્વાસ થયો કે નિષ્ફર સંસારની વચ્ચે પણ એ એક સાચા નેહીજનની દૂફમાં હતી. દર્દભર્યા ચહેરે મારા મુખ સામે જોઈ રહી. થોડીવારે ક્ષીણ અવાજે એ બેલી : - “મનુભાઈ! સંસાર કવો છે. હવે જીવવાનું મન નથી રહ્યું. તમારાં દર્શન કરવાં હતાં. તમને જોવા હતા તે જ ખાતર જીવતી હતી, હવે ઈચ્છા પરિપૂર્ણ થઈ. મારે સંસારના આ ઈર્ષ્યાળુ ને અંધ

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292