Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 284
________________ ત્યતા ૨૫૯ “દિલ જે ઊઠયું રોકાય ના, વાત છેડો કેદની !” કાળની કવિતાને પણ કેવો દુરુપયોગ. ઘડી પહેલાં જે ભાવનાની મૂર્તિ હતી, એ પછી રેષમૂર્તિ બની ગઈ. હું આગળ બોલવા ગયે, તે મારે અપમાનિત બનીને બહાર નીકળી જવું પડ્યું! છંછેડાયેલી સ્ત્રી ન જાણે પુરુષ પર કેવા કેવા આક્ષેપ મૂકે ! ઘણું દિવસો વીત્યા, મહિનાઓ પણ એક દિવસ કોલેજમાં સ્ટેન્ડ પાસે સાયકલ મૂકી જેવો વર્ગમાં જતો હતો કે મારા સહપાઠીએ જણાવ્યું મિ. શાહ! આજે તમારું કવર ત્યાં બોર્ડ ઉપર છે.' હું સમજી ન શક્યો, છતાં ત્યાં ગયો. પરબીડિયાને જોતાં જ મન સમજી ગયું. શરીરમાં રોમાંચ થઈ ગયો. હાથ ધ્રુજવા લાગ્યા. પ્રૂજતે હાથે એ પરબીડિયું ફોડ્યું. એ જ સુપરિચિત પ્રિય અક્ષરે! ભાઈશ્રી! ગમે તે રીતે એક વખત આવી જાઓ. પરમેશ્વર તમારું ભલું કરશે. જે હૃદયને તમે પંપાળ્યું હતું, એને આ નાદ એક વખત તો સાંભળવા આવે ! રોગીને દિલાસો દેવા આવજો. હું કરશે તે કદાચ એ મેડું હમેશાંનું મોડું થશે.” લી. વિમલા ? વર્ગમાં બેઠે, પણ ઍફેસરનું લેફ્ટર જ ઊંધું લાગ્યું. વિષય ન સમજાય. જીવ પત્રમાં હતું. મન મંથનમાં હતું. અન્ત સમય પૂરો થતાં ઘર તરફ રવાના થે. માર્ગમાં વિમલાદેવી પાસે જવાનો નિશ્ચય કરી લીધે. ઘેર આવી પિતાશ્રીને જણાવ્યું

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292