Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 283
________________ ૨૫૮ કંચન ને કામિની હું મળે. એ સ્ત્રીશિક્ષિકા હતી. સામાજિક કાર્યકર હતી. પણ એને જોઈને હું અવાક્ થઈ ગયો. કયાં વિમલાદેવીનું નવવિકસિત પદ્મશું રૂપ ! ક્યાં એને નમણે ને ગર ચહેરે! ને જ્યાં આ તરલિકાદેવી! માત્ર ટાપટીપ, નખરાં નેહાવભાવ! બીજું કશુંય નહિ. મને થયું કે શું મીઠાઈ રેજ રજ જમીને-જોઈને કંઈનું મન મીઠાઈથી ઊતરી જાય, એમ આ વિનાયકરાવનું તે નહિ થયું હોય ! કે પુરુષ પશુની જેમ રોજ નવા નવા શોખીન હશે! પણ પુરુષ તે હું પણ હતું. સ્ત્રી તે વિમલાદેવી પણ હતી. સમાજને દોષ દેવાને અર્થ નથી. વ્યક્તિ પર જ બધો આધાર છે. એ તરલિકાદેવીને મળ્યો ! એમણે મીઠી મીઠી વાતો કરી રાષ્ટ્રના નવા ઉત્થાનની, સમાજના કલ્યાણની, કૌટુમ્બિક ઉન્નતિની સુંદર ફિલસૂફી રજૂ કરી. વાહ, જેની ભાષા આટલી સુંદર, ભાવ આટલા સુંદર, એનું હૃદય કેટલું નિર્મળ હશે! મને મારા કામમાં ફતેહની આશા થઈ. મેં ધીરેથી તેમની પાસે વિમલદેવીની વાત મૂકી. એક નિરાધાર સ્ત્રીને તમારા જેવી સહાય સ્ત્રીએ મદદ કરવી જોઈએ, તેની પ્રાર્થના કરી અને જો તમે મદદ નહિ કરે તે કેવું અમુલખ ફૂલ કરમાઈ જશે, તેનો ખ્યાલ આવે. ભાવભર્યા જવાબની આશા રાખી એ દેવીના મુખ સામે તાકી રહ્યો. તરલિકા દેવી બોલ્યાં : “જે બીજી સ્ત્રીની વાત હતી તે હું જરૂર મદદ કરત. પણ આ મારી અંગત વાત છે. અંગત વાતમાં કેઈને માથું મારવાની જરૂર નથી.” ને તરલિકાદેવી ધીરી હલકે ગાવા લાગ્યાં:

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292