Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 281
________________ ૨૫૬ કંચન ને કામિની મોડી રાતે નિર્દોષ ભાઈની માફક મને સુવાડી એ ચાલી ગઈ [૩] સૂર્ય ઊગી નીકળ્યો હતો. જગત ખૂબ ચમકતું હતું, છતાં હું ઘેરતો હતો. બારીની હવા એવી મીઠી લાગતી કે પથારી છોડવાનું મન નહોતું થતું. ત્યાં કઈ કોમળ હાથને સ્પર્શ થયો. હું જાગ્યો છતાં મારા જાગતાં પહેલાં જગતમાં મારે માટે અફવાઓ ઊડી ચૂકી હતી. એક રાત્રી અહીં એક અસહાય અબળા પાસે વીતાવી તે ખાતર જગતની દષ્ટિએ હું ગુનેગાર બની ચૂક્યો હતો. અરે ! પાપી અને પતિત બની ચૂક્યો હતે. છતાં હું અને તે આ ભર્યા જગતમાં આ કલંકથી જળકમળ જેવાં હતાં. સંધ્યા સુધી રોકાયો અને સંધ્યાએ મામાને ત્યાં ચાલ્યા. જતી વખતે ઢળેલી આંખેએ અબુ સાથે ફરી આવવાની વિનંતી કરી. ભલા, કેમ ન આવું? સ્વાર્થ વગર પણ આ અશ્ર પર આખી જિંદગી કુરબાન કરવા તૈયાર હતો. વેકેશન દરમ્યાન ઘણી વખત ત્યાં જઈ આવ્યો. મામાને ત્યાં મોજ કરતો, છતાં ઘણી વાર એની વાત વિનાની રાતે ફીકી લાગતી. વારંવાર ત્યાં જઈ આવતો હતો અને અમારે અરસપરસનો હેતભાવ હવે આગળ વધતું હતું. આ સંસારનાં અજાણ્યાં અમે વીરા-વીરીનાં હેતથી જીવવાના મનોરથ સેવતાં હતાં. પણ માની જણ સિવાય બીજી બેન નહિ. એની સાથે એકાંત સેવાય નહિ, એની કશી મદદ કરી ન શકાય, આવા સંબંધ સામે સંસાર સદા દુર્ગધ કલ્પે. આ વાતથી અમે અજાણ્યાં હતાં. હું તે સૌંદર્ય ભર્યા પુષ્પને કરમાતું રેકીને, બને તે પ્રફુલ્લાવીને એના માલિકને પાછું સર્મપવા ખાતર જ આ કાર્ય કરતા હતા.

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292