________________
ત્યકતા
૨૫૫
તેના પતિ વિનાયકરાવ પાસેથી નીકળ્યાં તે પછી તેમના આવવાના કાંઈ સમાચાર નહતા. તેઓ આવવાનું લખતા હતા છતાં હજી સુધી આવ્યા નહોતા. પ્રારંભમાં બે-ચાર પત્ર આવ્યા ને પછી તે પત્ર પણ ન આવ્યો. શું થયું હશે ? પત્નીને એ ચિન્તા થઈ.
સૂર્ય અસ્ત થઈ ચૂક્યો, આકાશમાં અંધારાં ઉભરાયાં. તારાઓ પણ ઝબૂકતા લાગ્યા. અંધકારે ખંડની બહારની દુનિયા ઉપર પડદે નાખ્યો. ખંડમાં દીપક બળી રહ્યો હતો. હજી વિમલાદેવીને રોગ હતો છતાં હવે ભયંકર નહોતો. કૃપા-રામ વૈદ્યની દવા કામ કરી રહી હતી. ચહેરા પર ફિકાશ હતી. છતાં સૌંદર્ય એનું એ જ હતું, અને અત્યારે દીવાના તેજમાં એ વધારે ઓપતું હતું. રે! માણસ આવા રૂપ પાછળ તે ભૂલ પડે! વિનાયક આવા રૂપને ભૂલી કેમ શકતો હશે ? , સહદય દિલ અમને વાત કરાવતું હતું. પણ આ સ્વાથ સંસારમાં કેઈનું કામ કોઈ કરતું નથી ! જેની પાસે ધન હોય તે ધન આપે, તે જ કામ થાય. તન હોય તે તન આપે, તો જ કામ થાય. કરેડની મિલકતને ટ્રસ્ટી મિલકતની રજ પણ ન લે, એ તે કેમ બને? કામિનીને નિરાધાર જુવાન કામિનીને મદદગાર શું એને જરાય સ્વાદ ન લે ! આ દુનિયામાં એ બન્યું નથી, બનવાનું નથી ! માણસનો બધી વાતમાં વિશ્વાસ ધારી શકાય-પણ બે વાતમાં નહિ. કંચન ને કામિની વિષે એનો ભરે નહિ જ!
એની વાતે ખૂટતી નથી અને હું વાત કરતાં થાકતો નથી. મધરાત વીતી. હવા ઠંડી થઈ. આંખોમાં કંઈક ઘેન ચડ્યું. પાસેના ખંડમાં વિમલાદેવીએ મારે માટે પથારી પાથરી. રેગી હોવાને કારણે મહેનત લેવા ના કહી છતાં એ માને ? તાજા દૂધને ગ્લાસ ને થોડે મે લાવીને ધર્યો. હું ના કરતો રહ્યો ને એણે આગ્રહ કરીને ખવરાવ્યો.