Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 291
________________ ૨૬૬ કંચન ને કામિની પિતાશ્રીને પત્રથી સમાચાર જણવ્યા. પણ તેમના ઘરમાં આવા પુત્રને માટે એક ખૂણો પણ ન હતા. એમને સમાજમાં આબરૂ રાખી સાત પેઢી તારવી હતી, જેથી એ પેઢીના એક વંશજને તેઓએ મુખ પણ ન બતાવવાની આજ્ઞા કરી. મારે મારે માર્ગ કરી લે તેમ સૂચના મળી. રે વિધિ ! શું નાતોના કાયદાની આટલી બીક! ફરજંદના પ્રેમને પણ ઠાકરે મારે ? રે આબરૂ ! તું ક્યાંથી નકામી પેદા થઈ ? તારા વિના સંસાર બેઆબરૂ જ રહ્યો હોત તોય શું ખોટું હતું ? નકટ પણ સહદય સંસાર વધુ પ્રિય લાગત ! અસ્તુ. મેં પાસેના ગામમાં એક કરી શેધી. જગતને મારાથી તિરસ્કાર હતો, મેં એનાથી સાધ્યો. જીવન સુખમાં જાય છે. રાત્રીના તાર ગણતાં, ચંદ્રની સુધા પીતાં, નેહ ને સ્વાર્પણની વાતો કરતાં જીવન વહ્યું જાય છે. મેહનાં પતંગિયાને ન સમજાય તેવું પ્રેમનું જીવન અમે જીવી રહ્યાં છીએ. સંસાર માટે અમે ક્યાં સંબંધથી જીવીએ છીએ, એને કેયડે થઈ પડવો છે. અન્તમાં મારી કથની સમાપ્ત કરતાં પહેલાં-સર્વે સંસારના ઓ તત્ત્વવેત્તાઓ, ફિલેસેફરો, સમાજના નેતાઓ, સુધારકે, રૂઢી પૂજનારાઓ-નાતના મુખી અને પંચાતિયાઓ અહીં આવે અને બેલેઃ આમાં શું અનુચિત છે? કેને દોષ છે ? કેનાં પાપ છે? તા. ૨૪ મી જાન્યુઆરી ૧૯૭૨.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292