Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 290
________________ ત્યકતા ૨૬૫ સમજ્યો હતો. સંસારમાંથી, કુટુંબમાંથી, જાતમાંથી, નાતમાંથી મેં મારું સ્થાન ગુમાવ્યું હતું. એ પવિત્રતાના ઈજારદારોની નજરે હું અધમ અને પાપી શુદ્ર જંતુ બની ચૂક્યો હતો. વામમાર્ગે ભટક્તા તેમના ભાઈ કે પુત્ર કરતાં, અન્યાયથી બીજાની ગરદન પર છૂરી ચલાવતા એ શઠ શાહુકારે કરતાં, ખરાબમાં ખરાબ ગુપ્ત પાપે આચરતા એ સમાજધુરંધરની નજરે હું સંસારને અધમમાં અધમ શેતાન બની. ચૂક્યો હતો. રે મનુ! મનુ મહારાજના કાળથી આ જુલમ સ્ત્રીઓ પર થત આવ્યો છે. તું એને શું મિટાવવાને હતો? ત્યક્તા સ્ત્રીને તું આશ્રય આપે, રોટી આપે તે આ ગુલામડીઓ આઝાદ થઈ કાલે માથે ચઢી બેસે. પુરુષ ન ઘરનો રહે, ન ઘાટને રહે ! આવી ત્યક્તાઓ માટે કાં વિષ કાં વેશ્યાપણું! બે સિવાય ત્રીજે માર્ગ નહિ! મનુ ! તું એને બચાવનાર કોણ? કિસ ખેતકી મૂલી તું ! યુવાન સ્ત્રી ને યુવાન પુરુષ વચ્ચે આ શાસ્ત્રમાં વ્યભિચાર સિવાય બીજા સંબંધની કલ્પના થઈ નથી. હજારો દષ્ટાંતે સામે છે, એટલે થઈ શકે તેમ પણ નથી! વિમળાને એનું ફોડી લેવા દે! સૌંદર્ય હશે તો એનું પણ સ્થાન અહીં વિશાળ છે. ન હોય તો ઘરની ઘાટણની પણ ભારે તંગી છે. કેટલાક વિધુર ને મહાત્માઓ પણ ઘરકામ માટે આવી નિરાધાર સ્ત્રીઓ જ શોધતા હોય છે. વહેલુમડું એનું તે ઠેકાણું પડી જશે. તું તારું સ્થાન સમાલી લે! આવા આવા મુરબ્બીઓના, માતાપિતાના, મિત્રોના, મહાત્માઓના ઉપદેશ મળવા છતાં આ કરવું ગમ્યું. એક કુસુમ કરમાઈ જાય તેના કરતાં તે ખીલે તે ખાતર આટલો ભોગ મને કીમતી ન લાગ્યો. મારે મન પ્રભુને પાટલે એટલે મારો અધિકાર વધારે થયો. એ મને જોઈ જવી, આનંદી ધીરેથી તબિયત સુધરી.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292