Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 289
________________ २६४ કંચન ને કામિની મૃગને મળેલું પાલું આ મૃગાક્ષી પણ માગતી હતી ! મૃત્યુનું પ્યાલું? કોણ પાય? ચિત્તની જાગૃતિ મેળવી. હદય ધડકતું હતું. રે પ્રભુનહીં જોયેલાં અને નહિ સાંભળેલાં આજે તે જોયાં ને સાંભળ્યાં. અરે ! શું હું એક જિંદગી પણ રક્ષી ન શકું? જીવન ત્યારે શા અર્થનું ? હૃદયમન્યન ચાલું હતું છતાં બોલાતું નહોતું. ધીરેથી ફરી એ બોલી. દીપક ઝાંખો થતો હતે. ચંદ્રનાં કિરથી કમરે ભરાઈ ગયો હતો. એ નિર્જન સ્થાનમાં પણ તેને અવાજ પ્રતિષ કરતો હતો. એના વાળની લટ મુખ પર પડી હતી. આંખોમાં બુઝાતા દીપકનું તેજ ભાસતું હતું. ઝાંખો દીવાનાં ઝાંખાં રશ્મિ મુખ પર નાચતાં હતાં. એ ક્ષીણ સ્વરે બોલી મનુભાઈ! ગભરાશો નહિ. પ્યાલું હેડને લગાડી દો. તમારે પવિત્ર હાથે લગાડી દો. એ અમૃતને ગટકાવી જાઉં. તમારા જેવા દેવના સ્પર્શે એ અમૃત બની જશે. મનુભાઈ! આપે. અભાગિનીને વિદાય આપે, કઈ સુખી સ્વર્ગમાં પ્રયાણ કરવા.” હૃદય વશ ન રહ્યું. હું રડી પડ્યો, આત્મા કંદન કરી રહ્યો. ગદ્ગદ કંઠે બેઃ વિમલાદેવી ! એવું ન બોલે, તમારું પ્રત્યેક વાક્ય ખંજરની ગરજ સારે છે. જગત જેને ઠોકર મારે છે, તેને હું માથે ચઢાવું છું. જગત જેને તિરસ્કારે છે અને હું અભિનંદુ છું. જેનું જગત નથી બનતું એનો બનવા હું તૈયાર છું.” “કોણ! તમે મારા આધાર છે ? એ પ્રભુ!” ગાંડાની જેમ એ લવી ઊઠી. ઊભી થઈને પાછી ઢળી પડી. | વાંચનાર ! હવે શું લખું? ક્યાં સુધી લખવું? એક નિરાધાર હૃદય મારે હાથ આવ્યું. એનું રક્ષણ કરતાં મેં શું ગુમાવ્યું તે હું

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292