Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 279
________________ ૨૫૪ કંચન ને કામિની અને ભણેલા ને વંઠેલા પુરુષોએ સાચે કરી બતાવ્યો હતો. પત્ર આમ હતોભાઈશ્રી, આવવાનું કીધું છતાં કેમ વિલંબ થયો? પધારવા તકલીફ લેશે. શરીર ઠીક છે. મન હજીય માંદુ છે. લી. વિમલા” આટલા અક્ષર લખવા પાછળ મહેનત લેવાણી હશે એમ એ પત્રના અક્ષરોની ગડબડથી સમજી શક્યો. બસ, દિલ ઊછળ્યું. હવે જવું જ જોઈએ. ઘેર આવ્યો, મામાને જણાવ્યું તો કહ્યું “કાલ બપોરે ગાયું જશે તેમાં જજે !' મેં અનિચ્છા બતાવી. અને ગામમાં એક ઓળખીતાને ત્યાં સાયકલ હતી તે મંગાવી આપવા કહ્યું. તે આવી. મામી ખુશ થાય તે ખાતર થોડું જમીને રવાના થયો. પિડલ જોરથી ચાલવા લાગ્યાં. કેમ ? તે હું તરત તે ન સમજે. સ્ત્રી પુરુષની પ્રેરણા છે, એ તો બહુ મોડું સમજાયેલું. સૂર્ય પશ્ચિમમાં ઊતરી ગયો હતો. સેનીટેરિયમની ઝાડી ઉપર લાલ કિરણ રમી રહ્યાં હતાં. મકાનોની બારીઓના પડદા ધીરી હવામાં ખૂલી રહ્યા હતા. વિમલાદેવીએ બારી વાટે મને આવતો જોયે.એ પરસાળમાં આવી. હું પહોંચ્યો અને મને મૂંગા ભાવથી સત્કાર્યો. અમે ઓરડામાં બેઠાં. આટલી એકાંતમાં અમે આજે પહેલી વાર મળતાં હતાં. બારીએથી મીઠી હવા આવતી હતી. પડદાઓ ફડફડ અવાજ કરતા ઊડતા હતા. એરડો સ્વચ્છ ને સુંદર હતો. હવાના માર્ગમાં બારી સામે હું બેઠે, સામે વિમલાદેવી બેઠી. તબિયતના સમાચાર પૂછળ્યા. કુશળતા જણાવી, છતાં મારા ન આવવાથી નહોતું ગમતું એમ જણાવ્યું.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292