Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 278
________________ ત્યતા ૨૫૪ સાથે ખેતરમાં જવા લાગે. શેઠના ભાણુભાઈ એટલે એમને મન મલકના બાદશાહ હતા. ખેતરમાં બહુ મજા આવતી. આજે પણ નાસ્તો કરી, ખેતરમાં ફરવા નીકળી ગયો હતો. શેરડીનાં ખેતરોમાં હું જઈ ભરાયો, ને હાથે સાંઠા તેડી ચૂસવાના અસંસ્કારી કામમાં તલ્લીન થઈ ગયો. કૂવાને કાંઠે, આંબાને છાંયે, માથે કોયલ બોલે, દૂર દૂરથી કોસના અવાજ સંભળાય, ચારેકેર લીલાછમ વગડે દેખાય, દૂર ઝરણાં પર હરણાં ફાળ ભરે, એ બધામાં હું સભ્ય જગતને નાગરિક બધું ભૂલી બેઠો. એ નીરવ મધુર જગતમાં જંગલી થઈ ભમવા લાગે, જાણે એ રસભર્યા જીવનનો રસ ચૂમી લઈ અજર અમર થવા મથત ન હોઉં! એવામાં પાસેથી એક ગાડું નીકળ્યું. ગાડાવાળો સેનીટેરિયમને માર્ગેથી આવતો હતો. દૂરથી ગાડાવાળાએ ખેતરવાળાને રામરામ કર્યા.. હેત ખબરે પૂછી. ડી કામની વાત, બેડી બળદની વાતે, થેડી પાસેના ગામમાં આવેલા બાવાના ભજનભાવની વાત કરી, ખેમકુશળ. પૂછયા. અન્તમાં ગાડાવાળાએ ખેતરના સાથીને પૂછયું : “શેઠના ત્યાં ભાણાભાઈ આવ્યા છે ને ? એમને માટે આ બે ગાઉ ઉપર સેનીટરી છે ત્યાં એક બાઈ છે, એણે ચીઠ્ઠી આપી છે. તમે જરા ત્યાં જાઓ. તો આપી દેજે.” ખેડૂતે મને ઓળખાવ્યું. મારી સાથે રામરામ કરી કેડિયાની કસે બાંધેલી ચિઠ્ઠી આપી તે રવાના થશે. ચિઠ્ઠી ઉઘાડી, વાંચી. અક્ષરે સારા નહતા. ક્યાંથી હોય ? મને જ્ઞાન હતું જ કે હિંદુ સ્ત્રીઓ ભણે નહિ અથવા ભણે તે પણ પૂરું ભણવા ન દેવાય. ભણતરથી સ્ત્રી વંઠે, એવો ભ્રમ હતા

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292