Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 276
________________ ત્યક્તા ૨૫૧ બે દિવસ અમે રહ્યાં. મારે તો જે કે “અનસિવિલાઈઝડ વચ્ચે રહેવાનું હતું. ગુડમેનિંગ,' “ગુડબાય'ને બદલે જયરામ, “રામરામ કે જયગોપાળ' સાંભળવાનું હતું. મહેમાનગતિમાં ચા અને બિસ્કીટને સ્થાને દૂધ સાથે ઘીથી લચપચતા બાજરાને રોટલો મળતો. કાગળની કોથળી જેવા મારા પેટને પચવામાં એ ભારે પડતો, છતાં મહેમાન છું, તેમ સમજી ચલાવી લેત. પણ શરીર આ ન ચલાવી શકયું. નીકળવાની રાતે જ મને તાવ ચડ્યો. માથામાં સખ્ત દર્દ થવા માંડયું. હું પથારીવશ બને. આ વખતે ગામડાગામની ભક્તિ ઊછળતી દીઠી. ભાણાભાઈ બીમાર પડ્યા એ સમાચાર ગામમાં પ્રસરતાં ઘણું લેકે મને જોવા આવવા લાગ્યા. શહેરમાં તો માંદગી એ સારવારનો વિષય નથી, કંટાળાનો વિષય છે, અગવડની બાબત છે, ને દવાખાનામાં દરદીને મૂકી આવી નિશ્ચિત થવાની સગવડ છે. શહેરમાં માદો પતે ત્યારે ઘરનાં બધાં ધમકાવ્યા કરતાં કે બહુ હોટલ-રેસ્ટોરાંમાં જવા શીખે છે, માટે માંદો પડે છે. કોઈ આશ્વાસન ન આપતું, ફક્ત મારો મિત્ર કનુ સાયકલ પર આવી “ગુડ હેલ્થ” પૂછી જ એ સિવાય મને જેવા પણ કોઈ ન આવતું. ને અહીં તે ભારે ભીડ ! અરે. બીજા તો ઠીક પણ ગામનો કાળીઓ ભંગિ પણ ભાણાભાઈ કહી તબિયત પૂછી “જલદી સારું થઈ જશે એવા આશીર્વાદ આપીને જતો. મને એ “માન ન માન, હમ તુમાર મામા' ઉપર ચીડ ચડતી પણ એના હૃદયનો ઉમળકે મને બોલતો બંધ કરી દેતે. એકને સ્થાને બે બીમાર. છતાં વિમલાદેવીને કૃપારામ વૈદની દવાથી ફાયદો નજરે પડ્યો. એના મુખ પર ખેવાયેલું નૂર ફરી આવતું લાગ્યું. ભરવા ચાહતી એ બાઈ જીવતરના વિચાર કરવા લાગી.

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292