Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 274
________________ ત્યક્તા ૨૪૯ મનુભાઈ! તમારા ભાઈ બે દિવસથી ઘેર નથી આવ્યા. જરા તેમની ઓફિસે ખબર કાઢશો ?” શબ્દોમાં આજ્ઞા નહોતી, પણ એ શબ્દની પાછળ માણસ મરી ફીટે તેવી મીઠાશ હતી. હું ચાલ્યો, સાયકલ ઉઠાવી સવાર થય ને ઓફિસે પહોંચે. પગથિયાં પાસે વિનાયકરાવ મળ્યા. મેં તેમને મારી સાથે લીધા. માર્ગમાં ગેરહાજરીનું કારણ પૂછ્યું. તેમણે અનેક બહાનાં બતાવ્યાં. મેં મારાથી મોટી ઉંમરના છતાં તેમને નમ્રતાભરેલે ઠપકે આપો. આવા પ્રસંગ બે–ચાર વાર બન્યા. મેં તે કેવળ પાડોશી તરીકેની ફરજથી બજાવ્યા. ઉનાળે બેઠે હતો. આજકાલમાં જ રજાઓ પડવાની હતી. આ વખતે ભામાશ્રીને ત્યાં રજાના દિવસો ગાળવાના હતા. તેઓ એક ગામડામાં રહેતા હતા. નિમંત્રણ આવી ચૂક્યું હતું. મારે થોડા સમય શહેરી મટી જવાનું હતું. છતાં ગામડામાં શહેરીપણું લઈ જઈ શકાય તેવી તૈયારીઓ પણ ચાલતી હતી. અચાનક એક દિવસ વિનાયકરાવ મારી પાસે આવ્યા. મને કહ્યું ‘મિસ્ટર મનુભાઈ, મારું કામ કરશે?” મેં કહ્યું. “ફરમાવોને ?” “ઘરમાં કેટલાક વખતથી ઝીણે તાવ લાગુ પડ્યો છે. ઘણું દવાઓ કરી, પણ કેમે હટતો નથી. ડોકટરની સલાહ છે કે તેમને કઈ સેનિટેરિયમમાં રાખવાં. મેં સાંભળ્યું છે કે તમે તમારા મામાશ્રીને ત્યાં જવાના છે. ત્યાંથી પાંચ-છ માઈલ દૂર સેનીટેરિયમ છે. બધી વ્યવસ્થા મેં કરી છે. બીજાને તો ન કહેવાય. તમે ઘરના છે, એટલે કહું છું. જરા સંભાળીને તેમને ત્યાં મૂકી આવશે ? મેં રજા માટે કેશિશ કરી, પણ હમણું રજા મળે તેમ લાગતું નથી. મેટા સાહેબ તપાસે

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292