Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 285
________________ કંચન ને કામિની મિત્રોની સાથે ફરવા જવાનું છું. કદાચ સૂઈશ પણ ત્યાં. કાલ સાંજે આવીશ.” | હું રવાના થયો. ટ્રેનમાં સવાર થઈ ત્યાં પહોંચ્યો. સેનીટેરિયમને દરવાજે પહોંચતાં જ પોળના શેઠ કીકાભાઈ મળ્યા. તે શહેર તરફ જતી ટ્રેનમાં પાછા વળતા હતા. મને ઓળખ્યો. બહાનું કાઢી ચાલવા માડયું, છતાં મેં જાણી પણ લીધું કે એ “જીવતું મુંબઈ સમાચાર ” હવે મારા વર્તમાન પિતાના પદરનું મીઠું મરચું ભભરા વિને ઘેર ઘેર વિગતે પહોંચાડ્યા વિના નહિ રહે. ધડકતે હદયે વિમલાદેવીને કમરે પહોંચે. વિમલાદેવીને જાણ થતાં એ ધીરે ધીરે સામે આવી. ફિક્કે ચહેરે અને મૃત્યુની છાયવાળા મુખે આવી. મને જોતાં જ હૃદયને કાબૂમાં રાખી ન શકી. એ રડી. રાઈને એક પત્ર મારા હાથમાં ફેંકી નીચે ઢળી પડી–બેશુદ્ધ બની ગઈ. હું સારવાર કરવા માટે દોડ્યો એને ઊંચકી પલંગ પર સુવાડી, માથે કેલવોટર નાંખી પંખ કર્યો, ધીરે ધીરે તેને કળ વળી. થોડી વારે એનું માંસલ પિપચું ઊઘડ્યું ને સાથે જ બંધ થયું, જાણે ખીલતા ગુલાબ પર ઝાકળ પડ્યું હોય! હું ઓશિક બેઠો. પત્ર ખેલ્ય, અક્ષર ઓળખ્યા. એ વિનાયકનો પત્ર હતો. “વિમલા! તે જેની સાથે નો સંબંધ બાંધ્યો છે, તેની સાથે જ હવે રહેજે ! નવા પ્રેમીને વધાવજે! તું તારે માર્ગ કરી લેજે ! મારે માટે તું મરી ચૂકી છે. લિ. તને મરેલી કે જીવતી ફરી જોવા ન ઈચ્છનાર વિનાયક

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292