Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 245
________________ ૨૨૦ કંચન ને કામિની સુશીલાને આવા બેવફા પતિને હૈયામાં સ્થાન આપતાં ધ્રુજારી આવતી. બંનેને પૈસાની ખુમારી ને સ્વમાનની લડત હતી. આ બધું બંનેને હંમેશાં ભૂખ્યા રાખી ઘેર ઘેર ભટકાવતું. નવલના મેહાયેલા - હૃદયમાં સુશીલાએ આસન જમાવ્યું હતું. સુશીલાના હૃદય સિંહાસન પર કદી કોઈ, તે કદી કઈ હતું, પણ નવલ તરફ એને વધુ ચાહ હો. તરછોડાયેલી માણેક આંસુના સાગરમાં હતી. પણ ત્યાં તો બધે પાસે પલટાયો. પ્રકૃતિએ પલટાવ્યો કે પાપે પલટાવ્યો તે કેણ જાણે ? પાપને તો નવલ હવે જુદી રીતે નિહાળતા. દિવસોથી નવલનું શરીર કંઈક શિથિલ હતું. મનને બહેલાવવા આજે સિનેમામાં ગયા. મણ ત્યાંય થિયેટરના બોકસમાં એક સજન સાથે બેઠેલી સુશીલાને અધરદાનને આનંદ લૂંટતી જોઈ. ચોકાબંધનમાં ન માનનાર નવલને આજે ન જાણે કેમ, પણ આ ન રુચ્યું. માનસિક કમજોરીનું પણ કારણ હોય ! ઉદાર નવલ સંકુચિત વિચાર કરી રહ્યો : આ શું? દેહનેય આટઆટલો વ્યાપાર હશે કે? દિલનાં યે આટઆટલાં વેચાણ હશે કે? દેહની ભૂખ કદીયે નહિં છીપતી હોય? અને માણસને દેહ સિવાય આત્મા જેવું કંઈ નહિ હોય?” નવલને સિનેમાના પડદા ઉપર માણેક ને સુશીલા બંને દેખાયાં. બંનેને એ ત્રાજવામાં તળી રહ્યોઃ એક ભૂખી છતાં સંતોષી ! એક ભરપેટ પામનારી છતાં સદા ભૂખડીબારશ! એક તરફ સ્વયંસંપૂર્ણ પ્રેમ, બીજી તરફ સદા સંતપ્ત કામ! નવલે સુધરેલી સુશીલાના દેહ ઉપર નિરુદ્યમી અજગરની મહાસુધા વ્યાપેલી જોઈ. જુનવાણી માણેકના દેહ ઉપર આત્મભોગને સાગર હિલોળા લેતો દેખાયો.

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292