Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 269
________________ ત્યક્તા [વાર્તા પંદરમી ] મારી ઉંમર વીસ વર્ષની થઈ ચૂકી હતી. એ અવસ્થા કંઈ પ્રેમને સમજી શકે તેમ નહતી, પ્રેમ કરી શકે તેવી પણ નહતી. પ્રેમ આપી શકે તેટલી જરૂર હતી. જો કે પાછળથી સમજણ પડી કે પ્રેમ તે સ્વયંભૂ છે. જીવનના રંગે પલટાતા હતા. ઘેલું બાલ પણ પસાર થઈ ગયું હતું. યુવાનીને અદમ્ય તનમનાટ જાણેઅજાણે શરીરમાં પેસી જઈ હદયના તારને હલાવતું હતું. અત્યાર સુધી મીઠી લાગતી વસ્તુઓ બધી તુચ્છ ભાસવા લાગી હતી, તુચ્છ લાગેલી ચીજો તરફ આકર્ષણ વધતાં જતાં હતાં. મારે સંસાર આદર્શમય હતો. પિતા-પુત્રમાં રામ-દશરથ દેખાતા. પતિ પત્નીના પ્રેમમાં લયલા-મજનૂ દેખાતાં. બંધુ પ્રેમમાં કૃષ્ણ-બલદેવનાં જ દૃષ્ટાંત દેખતે. હજી મારે મન સંસાર પાપી, ભીરુ, ઝેરી કે વિશ્વાસઘાતી નહોતે દી. હજી વ્યવહાર એટલે નફટપણું એ નહેતે સમજ્યો. સહાનુભૂતિ એટલે પાપ એ વાત ગળે નહેતી ઊતરી. મોટાં નામવાળા, મોટાં કામવાળા ને મોટા ધામવાળા-હલકા માણસે પણ ન કરી શકે

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292