Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 270
________________ ત્યક્તા ૨૪૫ તેવાં હલકાં કામ કરતા હશે-જે અમે કરતાં ધ્રુજીએ-તે વાત મન નહોતું માનતું. સાહિત્યમાં સર્વત્ર મહાકવિ કાલિદાસ ને બાણ ભટ્ટ જ દેખાય. સભાઓમાં સર્વત્ર યુધિષ્ઠિરના જ અવતાર દેખાય. ગુરુઓમાં બધા ગેવિંદ જ દેખાય. સમાજમાં સર્વ અગ્રેસર પોપકારી કર્ણ જેવા જ-દાન આપવા માટે જીવ કાઢી આપવા તત્પર બનેલા-નજરે પડે. સંક્ષેપમાં કલ્પનાના સ્વર્ગમાં વસતો હતે. ને એ કલ્પનાનું સ્વર્ગ અને હજી પ્યારું હતું. ધંધે ભણવાનો હતો, એટલે ગરજ વસ્તુ સમજ્યો નહોતો. સમર્પણને નામે સ્વાર્થની જ વાત થાય બીજી નહિ, દેશોપકાર કરતાં પહેલાં પેટ પર ઉપકાર કરવાનું હોય એ સિદ્ધાંત ઈતિહાસના શિવાજી કે પ્રતાપે નહેતા શીખવ્યા. ભૂગોળમાં એના વિષે કંઈ વાત જ નહતી, અને ગણિત તો એ વિષયમાં ચૂપ જ હતું. - મેં લગ્ન નહોતું ક્યું, એટલે પતિ-પત્ની પ્રેમ નહતો અનુભવ્યો, છતાં પુસ્તકોએ તેને સારે ખ્યાલ આવ્યો હતોઃ સીનેમા નાટકોએ તે તેને વગર પઢયે પંડિત બનાવ્યો હતો : જેથી વગર અનુભવે પ્રેમ વિષે એક દળદાર ગ્રંથ લખી શકું તેમ હતું. અને જુવાનીમાં કેણ બિનઅનુભવી એ ગ્રંથ નથી લખતું ! મેં મારી પત્નીનું મેડલ-રેખાચિત્ર કલ્પનાથી નિશ્ચિત કરી રાખ્યું હતું. મારાં કલ્પનાચક્ષુ આગળ એનાં રૂપ ઉર્વશીથી ચડતાં હતાં. એના અધરે પરવાળા જેવા હતાઃ નેત્રો કમલપાંદડી જેવાં હતાં. હસ્ત કદલીદળ જેવા હતા. મુખ ચંદ્રને શરમાવે તેવું હતું. એક શબ્દમાં એનું સૌંદર્ય વિકસિત કમળ જેવું હતું, છતાં આ તો મુગ્ધ મનની કલ્પના–પત્ની હતી. જીવન હજી અભ્યાસમાં જ વીતતું હતું. પિતા વેપાર કરતા. હતા, મોટાભાઈ તેમાં મદદગાર હતા એટલે મારે ઉતાવળ કરવાની,

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292