Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 271
________________ ૨૪૬ * કંચન ને કામિની જરૂર નહતી. સારી ફેશનનાં કપડાં પહેરી, ચામડાના પટામાં પુસ્તક બાંધી, માથે તેલ નાખી સે પાડી જ્યારે સાયકલે ચડી કોલેજ તરફ પ્રયાણ કરે ત્યારે આખો મહેલ્લો મારી તરફ નિહાળી રહે. કેટલાય બેટીના બાપની નજરમાં હું ચઢી જતા. પિતાની જાતનું પ્રદર્શન કરવાની એ ઉંમર હતી. જે બેદરકાર હોય તેને ઘંટડી વગાડી મારા ઠાઠ તરફ જવાની છૂપી આજ્ઞા કરતે. આ વખતે મને હું બહુ રૂપાળે લાગતો. કદાચ કામદેવ રસ્તામાં મળે તે સુંદરતાની હરીફાઈમાં ઊતરું એમ ગર્વ પણ હતા. આમ જીવન પસાર થતું. પસાર થતા દિવસે ઝડપી હતા. વર્ષ મહિના જેવડું હતું. અમારી પડોશમાં જ એક ઘર હતું, એમાં પતિ-પત્નીનું એક જેવું રહેતું હતું. તેઓ બહારગામનાં હતાં. પતિનું નામ વિનાયકરાવા અને પત્નીનું નામ વિમલાદેવી હતું. વિનાયક શરીરે હૃષ્ટપુષ્ટ હતો. ચહેરે. ગૌરવર્ણો ને ભરેલો હતો. એની ચાલમાં પુરુષત્વ હતું. એના શબ્દમાં આકર્ષણ હતું. એની મીઠી જીભે વાત સાંભળવી સૌને ગમતી. એ એક દેશી સાહેબની ઐફિસમાં ટાઈપ કરનાર હતે. આફિસમાંથી છૂટયા બાદ શેરીમાં પાટે બેસી જ્યારે વાત કરતે ત્યારે ગમે તેવાને બે મિનિટ ભી જવાનું મન થતું. તેની પત્ની વિમલાદેવી નામમાં અને રૂપમાં વિમલા જ હતી. તે એટલી શરમાળ હતી કે અન્ય પુરુષ સાથે કદી ન બેલતી. એ તરફની સ્ત્રીઓના રિવાજ મુજબ તેનું મુખ ખુલ્લું રહેતું, છતાં તે કેઈની સામે સીધે મુખે કદી ઊભી ન રહેતી. મને તે વનમાં કિલ્લોલ કરતી કાલિદાસની કુંવારી શકુન્તલા જ ભાસતી. આવાં રૂપાળાં, દેખાવડાં, આનંદી, સદા સાથે હરતાંફરતાં પતિ પત્ની સુખી જ હોય એમ હું હમેશાં કલ્પ. આ જુગલ જેડી

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292