________________
૨૪૨
કંચન ને કામિની ચાર છ સમાજસેવકે એ હેહા મચાવી મૂકી, પણ મને રક્ષણ આપનાર બે જુવાનોએ ચકચકતા છરાથી તેમને ડરાવ્યા, એટલે એ સમાજસેવકે અદશ્ય થઈ ગયા. મેં બાળકને જન્મ આપી તેમને સુપ્રત કરી દીધો. પછી મારે આત્મહત્યાનો નિર્ણય જણાવ્યો. કારણ કે ધર્મત્યાગનું દુઃખ મને ખૂબ સાલતું હતું. તેઓએ મને આપઘાત કરતાં રેકીને બાળકને મેટ થતાં સુધી થોભી જવા કહ્યું. પણ ત્યાં તે તેઓના વર્તાવથી મારું દિલ પીગળ્યું.
આખરે તો મા ને વળી સ્ત્રી !'
મેં પુત્રને કાજ મુસલમાન બનીને પણ જીવવા ઈચ્છયું ! મારે પુત્ર-જેની ભૂણહત્યાનું પાપ આ માસ્તર સાહેબની આગ્રહભરી સલાહ હોવા છતાં હું આચરી ન શકી, એ પુત્ર જુવાન બને–એટલી રાહ જોવા ઈચ્છું છું. એકવાર મારા પાપની, મારા પતનની : મારા પ્રત્યેના વર્તાવની એ જુવાન પુત્રને વાત કરવા ઈચ્છું છું. એની સામે બે કર્તવ્યમાર્ગ મૂકવા ઈચ્છું છું. એ ચાહે તે એની તેજ છુરીથી મને હણી નાખે, કાં એની માતાના અપમાનને પૂરેપૂરે બદલે લે! જેને આજે દુશ્મન લેખવાની તમને આદત છે, એમાં પણ ભાગ તમારા જ પિતાના સમાજને છે. મેં મારું કહેવાનું પૂરું કર્યું છે. હવે આપ જે સજા કરવા ઇચ્છે તે કરી શકે છે.'
કચેરી થંભી ગઈ હું બેહોશ બની ગયું. મારી પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી ગયું હતું.
બીજે દિવસે મારા વકીલે કૅર્ટમાં બાપાકે કહ્યું: “બાઈ કાબેલ છે. મારા અસીલની આબરૂ પર હલે કરી એ કઈક પડાવવા માગે છે.”
પણ ભરાથી ન રહેવાયું. પાપી દિલમાં જાગતી સહજ કમજોરીએ મને સત્યવાદી બનાવ્યો. મેં પિતે ગુને કબૂલ કરી લીધો.
ન્યાયાધીશે બીજે દિવસે ચુકાદો આપે. “ફકીરે નિર્દોષ છે, બાઈને ફસાવવામાં આવી છે. માસ્તરને બે વર્ષની સખત સજા થાય છે.”