Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 261
________________ २38 કંચન ને કામિની ઋતુ શરદની હતી. મેલેરિયાને વ હતા. મસ્તકમાં સખ્ત દર્દ થતું હતું. જીવને આજે પૂરત આરામ નહોતે. સહેજ લટાર મારવાને બહાને સંધ્યા આથમે ઘરની બહાર નીકળ્યો. ફરતો ફરતો પીરની દરગાહ તરફ વળ્યો. ચાંદની જામી હતી ને ત્રના બધે પ્રસરી રહી હતી. આસપાસનાં જંગલી ફૂલેની સોરમ મસ્તિષ્કને મત્ત કરી રહી હતી. દરગાહની પાસે આવતાં નજીકની ઝૂંપડીમાંથી કંઈક ગણગણાટ કાને પડો. કાન સતેજ થયા ને તે તરફ ધીરેથી આગળ વધ્યો. અંદર કંઈક વાતો થતી હતી, મેં કાન માંડ્યા. “બાઈ, દેખો. પછી કદી પણ હિન્દુ સમાજમાં નહિ ભળી શકે.” સાઈ, હવે તમારે પલ્લે જ જીવન પૂરું કરીશ. આ દેહને જેટલો ચોળાય તેટલે ચાળી લીધો છે. પવિત્રતાની વાતો કરનારા ખુદ પાપીઓના શિરતાજ છે. હવે તે મુસલમાન બની જાઉં એટલે એ પાપીઓથી મારે પલ્લે છૂટે! તમે મારા બાળને જાળવ્ય. એને મેટે કરી જોરાવર કર્યો. પતિત સ્ત્રીઓ તરફ તમારે વર્તાવ મને ગયો છે. જે ધર્મથી જીવન સુખરૂપ વ્યતીત થાય તે ધર્મ સારે. બાપના કૂવામાં બહુ બૂડ્યા. અને વળી તમે તો મને કંઈ આ બળજબરીથી કહ્યું નથી.” હું ચમક્યો. આ શું! જરૂર કોઈ હિંદુ બાઈ ફસાણી છે. ચાલ જલદી પોલીસમાં ખબર કરવા દે, નહીં તે ધર્મ રસાતાળ જશે. હું દોડ્યો. ગામમાં પહેઓ ને ચકલે ચકલે સમાચાર ફેરવી દીધા. કેટલાય જુવાનો દડા હાથમાં લઈ બહાર પડ્યા. હિંદુ ધર્મ ભયમાં મુકાયો હતો. આવી વેળાએ કઈ હિંદુ બચ્ચે સ્વસ્થ કેમ બેસી શકે ? આ ડાહ્યા લોકેએ પોલીસ ચોકી પર જઈ પોલીસની મદદ માગી.

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292