________________
૨૩૪
કંચન ને કામિની ગુનેગાર નિર્દોષ ઠરી છૂટી ગમે હતિ. બિનગુનેગારે માટે ફાંસીનો માંચડે ખડે થતો હતો.
થોડાક દિવસો વીત્યા અને રેવાશંકર કાન્તાને લઈ સિંહસ્થના મેળા ઉપર ચાલ્યા ગયા.
બાર વર્ષે ભરાનારા પતિતપાવન મેળાનાં દર્શને તે કોટિક ભવનાં પાપ નાશ પામે. ઘણા ગામની વિધવાઓ પિતાનાં પાપ ધેવા ને પરભવમાં સધવા રહેવા મેળામાં જતી હતી. એની સંખ્યા ખૂબ હતી, પણ વિધુર નહતા દેખાતા. આવી રાંડરાંડ પર જ આ ધર્મ નો છે ને ! પેલા સત્યાગ્રહવાળા તનસુખ પર લેકે છાની પણ કાતીલ નજર રાખતા હતા. પડોશીઓ હવે એને પ્રેમથી નહાતા બેલાવતા. વાણિયાઓ આવા દુરાચારીઓ ઉપર ઉધાર આપવાને વિશ્વાસ નહોતા રાખતા. તનસુખની પત્નીને બધાં છાનાં મહેણું મારતા ને બધા ખાદી પહેરનારાઓની ખાનગીમાં ને છડેચોક નિંદા કરતા.
કંટાળેલ તનસુખ આજે ગામ છોડી નજીકના શહેરમાં વસવા જતે હો. કોઈ ભૂંડી માયામાંથી છૂટતા પ્રાણીની જેમ એને એ સ્થળે શ્વાસ લેવા ભવું પણ અકારું લાગતું હતું.
ગાંસડાપટલાં બાંધીને ગામ છોડી જતા તનસુખને નિશાળની અર્ધખૂલી બારીમાંથી નિહાળી મેં ઊંડે આનંદ અનુભવ્યો.
દિવસે બાદ રેવાશંકર યાત્રા કરી પાછા આવ્યા, પણ કાન્તા સાથે નહતી. કેઈ વનિતાવિશ્રામમાં કાન્તાને ભણવા મૂકી છે, એમ રેવાશંકર બધાને કહેતા.
બધા ઈતિહાસને નાયકને સમગ્ર ઈતિહાસને આઘત જાણકાર હું કદી કદી સ્વપ્નમાં આ પાપના સ્મરણથી ભડકીને જાગી ઊઠતે. છતાં બધું જગત શાંત રીતે વહી રહ્યું હતું ને બધાંને મન આ જ વહન સત્ય ને સાત્વિક હતું.