________________
પાપને પિકાર
૨૩૫.
[૩] કદી કદી ઊભી થતી જીવનની વિચિત્રતા વિધિની હસ્તીમાં વાધે ઉઠાવી દે છે. આજ મારી પ્રમોશનથી બદલી થતી હતી. બાર. વર્ષની નોકરી પછી બીજે ગામ જવાનો પ્રસંગ આવવાથી મન ખિન્ન થતું હતું, છતાં બઢતીની વાત ખિન્નતા ટાળતી હતી.
ગામલે કે એ મારી નોકરીની કદર કરવા સભા ભરી. નગરશેઠે. પ્રમુખપદ લીધું કે મને હારતોરા સાથે માનપત્ર અપાયું. મારા ચારિવ્યનાં, જ્ઞાનનાં, ત્યાગનાં વખાણ થયાં, મારી સફળતા ઈચ્છી.
ભલા, સંસારમાં આટલા ગુણે જેની પાસે હોય એની સફળતા. વિષે શંકા કેવી ! આંખમાં આંસુ સાથે મેં ગામમાંથી વિદાય લીધી.
'આવો ભલે માસ્તર ફરી ફરી નથી મળવાનો !' કહેતાં ગામલેકે વિખરાણા.
નવા ગામના લોકો બહુ ભલા હતા. તેઓએ મારું સ્વાગત કર્યું ને પ્રારંભના દિવસમાં પૂરતી સહાય આપી. ધીરે ધીરે બધાની સાથે, ઓળખાણ થઈને તેઓમાં હું ભળી ગયો.
મહિનાઓ વીતે જતા હતા ને હું તે આગળ વધ્યે જ જતો હતું. આજે હું પહેલાંન મુફલિસ માસ્તર નહે. ઘરબારવાળો આબરૂદાર વડો શિક્ષક હતો.
છેલ્લા દિવસોમાં ગામમાં પગે મુસાફરી કરતા ફકીરોનાં ટોળાં ઊભરાણાં હતાં. દે દે ખુદાકી રાહ પર’ ના પિકારે પ્રભાતની શાન્તિને ભેદી. રહ્યા હતા. ન દેવાની ઈચ્છાવાળા વેપારીઓ પણ ફકીરોની જીદ પર છવ કડ કરી પાઈ પૈસો નાખતા હતા. પિતાનો વેરો ને ભિક્ષા પૂરી કરી ફકીરે ધીરે ધીરે રવાના થયા માંડ્યા હતા, પણ ચાર પાંચ ફકીએ તે ગામપાદરની દરગાહ ઉપર ધામો નાખ્યો હતો. ગામમાં ફરતા ને ભિક્ષા લાવી ગુજરાન ચલાવતા.