Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 251
________________ પાપનો પોકાર [વાર્તા ચૌદમી] બધુંય યાદ છે, જરાયે ભૂલ્યા નથી. એ સ્મરણાંની ભૂંડી આગમાં તે વર્ષોથી શેકાઈ રહ્યો છું. સ્મરણોની વહેતી ધારા રોકવા વિસ્મરણના પથ્થરની પાળ બાંધવા ઘણું મળે, પણ શ્રાવણની જલભરી સરિતાની જેમ એ ઊભરાતી જ રહી ! ને હવે- ' હવે તે જરાયે ચાહના નથી. ભલે એ સ્મરણ-સાગરનાં ખારાં જળ હૃદયના આળા જખમ પર છંટકાયા કરે ને શાન્ત થતે આત્મા પ્રતિપળે સંતપ્ત રહ્યા કરે. હૈયાસગડી ભલે ધીખ્યા કરે. વીરડીનાં મીઠાં જળ ડહોળી નાખ્યા પછી, કાદવવાળું પાણી પીતાં આનાકાની શા કાજે? આ જ હાથે ને આ જ હૈયે પાપના ભાર લાદ્યા છે. આ જ હાથને આ જ હૈયું હવે એ ભાર ઓછા કરશે. હદયની પિટારીઓમાંથી પુણ્યને એકેએક છોટો વાપરી એ વિકાર, વિષય ને વ્યામોહના ક્ષેત્રમાં હું ઘૂમે. ઘડીભર લાગ્યું કે મદ બની રહ્યો છું, કુસુમકળીઓને કચડવામાં જ મર્દાઈ માની. સરવાળો મેળવતાં-જીવનના બને ખજાનાઓ તપાસતાં નીતિનું પાસું વેરાન નજરે પડે છે. અનીતિનાં પૂર ઊભરાઈ રહ્યાં છે. મર્દ લાગતા મગજમાં સમજાય છે કે વિકારના ક્ષેત્રમાં નામર્દોની એ લડાઈ હતી. બરાબર યાદ છે. નવરાતના મીઠા ગરબા વાતાવરણને સંગી

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292