________________
"૧૪૨
કંચન ને કામિની થોડીવારે લાડકી ચા ને નાસ્તાની થાળી લઈ મહેમાન પાસે આવી.
કાંપના સ્ટેશન પર દશ વાગ્યાની ગાડી જ્યારે ધમધમ કરતી હાંફતી હાંફતી આવીને ઊભી હતી, ત્યારે મહેમાને તમામ કામ માંગલિક કરી માંડમાંડ સ્ટેશન પહોંચ્યા હતા. આજનો દિવસ છેલ હતો. આ વાત વણસી ગઈ હતી તે ભારે થાત ! નાતજાતમાં નીચું જોવા જેવું થઈ પડત.
ઓતમચંદ શેઠનાં ભારોભાર વખાણ થઈ રહ્યાં હતાં. મહેમાનો એમની પીઠ થાબડી થાબડી આભાર માની રહ્યા હતા. આમ તે ઓતમચંદ શેઠ ઓછાબોલા હતા. તેઓ તે કેવળ એટલું જ બોલ્યા:
શેઠ, સારા સગાના લહાવા લેવા કોને ન ગમે ?” એમ છાપરે ચઢાવશો મા. એ તે વખત આવે ખબર પડે.” પણ પેલા બે હજારની શી વ્યવસ્થા છે?” હૂંડી બીડી આપીશું તે ચાલશે ?”
હા, હા, એમાં તમારી હૂંડી માટે શું કહેવાનું હોય? પણ...” ઓતમચંદે વડેરા મહેમાનને જરા એક બાજુ બેલાવી હસતાં હસતાં કહ્યું: “જરા ત્રણેક હજારની બીડજે. આ તે તમે છો, એટલે કહેવાય, બાકી બીજા પાસે તે મારી જીભ પણ ન ઊપડે. મારે તે દૂધે ધોઈ પાછા આપવાના. હં હં હં.' ઓતમચંદે ઉપસંહારમાં કાલું હાસ્ય કર્યું. એ હાસ્યમાં શું હતું એનું પૃથક્કરણ કરવું અશક્ય હતું.
કાંઈ વાંધો નહિ. અમે પહેલેથી એટલે આંકડો નક્કી કરી રાખ્યો હતો.
આ પછી એકબીજાની પ્રશંસાની વિધિઓ પુનઃ ચાલું થઈ