________________
સતી : નવી અને જૂની
૧૬૩
કાયા અને અતિ પરિશ્રમે–એના દેહના એકેએક મર્કાડા ખળભળાવી મૂકયો હતા. અંગેઅંગ તૂટતું હોય તેવા ભાસ થવા લાગ્યા. પણ પ્રમીલાને હૃદયમાં એક આશાના ઉચ્છ્વાસ ગરમી આપતા હતા, કે મે મારા પતિની શાભા વધે તેમ બધુ કામ પાર પાડયું છે.
મિજબાની પછીના પ્રોગ્રામ સિનેમાને હતા. તે તે કાર્યક્રમ મુજબ નગરશેઠ સિનેમા જોઈ ને પાછા ફરતા હતા. તેમની મેટરમાં એક અમલદાર અને તેમનાં પત્ની પણ હતાં. મેાટર દરવાજા નજીક આવી પહેાંચી તે શેઠ ઊતરી પેાતાના બંગલામાં પ્રવેશી ગયા. અત્યારે તેમના મસ્તિષ્કમાં ખીજી જાતનું આંદોલન ચાલી રહ્યુ હતુ. સિને માના કેટલાક દેખાવેા મગજમાં દોડાદોડી કરી રહ્યા હતા.
નગરશેઠે દીવાનખાનામાં પ્રવેશ કરતાં બત્તીની સ્વીચ દાખી અને આખા ઓરડા તેજથી ઝળહુળી ઊઠ્યો. સામે જ પ્રમીલા કાચ પર સૂતી હતી. શેઠની આંખા તેના પર મડાઈ ગઈ.
પ્રમીલા–એ નવજવાન સુંદરી–પરણીને આવી એ વેળાની વાત શેઠને યાદ આવી. ઘૂંટણ સુધી ઢળતા કાળા કેશકલાપ આજે તે ધસાઈ ઘસાઈ ને બહુ જ એા થઈ ગયા હતા. એ ઊપસેલા કપેાલમાં આછા આછા ખાડા દેખાતા હતા, તે માંસલ પગની પાતીએ હવે ઢીલી પડી ગઈ હતી. જે આંખ હંમેશાં ખંજનની ચપળતાથી ચમકવા કરતી, એની આજુબાજુ કાળાશ ઢળ ત જતી હતી.
છતાં એ સુંદર નહાતી એમ નહેતુ. ધાટીલુ' માં સહેજ ખાડા પડવાથી વધુ નમણું થયું હતુ. અને વાળ ટૂંકા થવા છતાં હજી પોતાની સુંદરતા નહેાતા છે।ડી ગયા. આખા શરીર પર પથરાયેલા તપ્ત સુવણૅ રંગ પણ જોનારની આંખને ખેચતા હતા. અને આ વાતે નગરશેઠું ખેંચાયા. એમણે નજીક જઇ પ્રમીલાના દેહને સ્પર્શ કર્યાં. શેઠાણીની આંખા ઊડી ગઈ.